ભારતભરના સમાચાર તસવીરોના માધ્યમથી
રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

નવી દિલ્હી
પાન સેલ્સ વેલફેર એસોસિયેશનના કાર્યકર્તાઓએ દિલ્હી સરકાર વિરુદ્ઘ આજે જતંર મંતર ખાતે મોરચો નીકાળી, વિરોધ પ્રદર્શન કર્યું.

કોલકત્તા
કોલકત્તામાં ઇડન ગાર્ડનમાં ટ્રેનિંગ સેશન દરમિયાન મુંબઇ ઇન્ડિયન ટીમના મેન્ટોર સચિન તેંડુલકર અને કોચ રીકી પોઇન્ટીંગ ચર્ચા કરી રહ્યા છે.

શોપિયાં
આંતકવાદીઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં સોમવારે કરવામાં આવેલા હુમલામાં મૃત્યુ પામેલા ત્રણ પોલિસ અધિકારીઓના પાર્થિવ શરીરને પોલિસકર્મીઓ અંતિમસંસ્કાર માટે લઇને જઇ રહ્યા છે.

ઓમર અબ્દુલ્લા
જમ્મુ કાશ્મીરમાં એક તરફ પૂરની પરીસ્થિતિ તો બીજી તરફ એક જ દિવસમાં 3 આતંકી હુમલા થતા વિધાનસભામાં વિરોધપક્ષે સરકારની કાર્યવાહી પર પ્રશ્નચિન્હ લગાવ્યો. જમ્મુ એસેમ્બલીમાં વિરોધપક્ષના નેતા ઓમર અબ્દુલ્લાએ આ મામલે સરકારનો ધેરો લીધા.

મુંબઇ
સોમવારે મુંબઇના ઓટો રીક્ષા ચાલકો હડલાત પર ઉતર્યા. આરટીઓના વિવિધ નિયમોનો વિરોધ કરવા અને ભાડું વધારવાની માંગ સાથે મોટી સંખ્યામાં રીક્ષા ચાલકો રસ્તા પર ઉતર્યા.

બિકાનેરમાં આવ્યું રેતીલી આંધી
આ આંધીની ઝપેટમાં આવ્યા કેટલાક બાઇકચલકો. નોંધનીય છે કે હવામાન વિભાગે દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ધૂળ ભરેલી આંધી આવવાની ચેતવણી આપી છે.

રાયપુર
સોમવારે 11 CRPF ક્રોબ્રા કમાન્ડો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણ બાદ આ નક્સલવાદીઓ પાસેથી મળેલા સામનને જાહેરમાં મૂકવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ અથડામણમાં લશ્કરને મોટી સંખ્યામાં ગોળા બારુદ પ્રાપ્ત થયા હતા.

ભોપાલ
રેત માફિયાઓ દ્વારા એક પોલિસકર્મીને મુરૈનામાં મારી નાંખ્યા બાદ ક્રોંગ્રેસ કાર્યકર્તાઓએ ભોપાલમાં આ ઘટના માટે સરકારને આડે હાથ લીધી હતી.

કપૂરથલા
સોમવારે પંજાબના કપૂરથલાની શાકભાજીની મંડીમાં લાગી ભીષણ આગ. સવારે લાગેલી આ આગની ચપેટમાં એક પછી એક 6 દુકાનો બળીને ખાખ થઇ ગઇ. જો કે આ મામલે કોઇ જાનહાની નથી થઇ પણ શાહભાજીના માલિકોનો લાખ્ખોનો સામન બળીને ખાખ થઇ ગયો છે.

નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મુસ્લિમ સમુદાયના વરિષ્ઠ નેતાઓને મળ્યા. આ પ્રસંગે કોમી સદભાવના બની રહે તે માટે વડાપ્રધાનને નેતાઓને આશ્વાસન આપ્યું હતું.

ભોપાલ
ભોપાલમાં એક સરકારી બસ દ્વારા એક મહિલાને હડફેટમાં લેતા ગુસ્સે ભરાયેલા લોકોએ બસમાં તોડફોટ કરી. ત્યારબાદ મામલો વધુ વકરતા પોલિસ બોલાવામાં આવી હતી.

અખિલેશ યાદવ
લખનઉમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે, ભારતીય ગ્રામિણ ક્રિકેટ લીગનું ઉદ્ધાટન કર્યું. આ પ્રસંગે અખિલેશે બેટિંગ કરીને ક્રિકેટની મઝા પણ માણી.

રાજસ્થાન રોયલ
મુંબઇમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફર્ન્સ દરમિયાન રાજસ્થાન રોયલના મેન્ટોર રાહુલ દ્વવિડ અને તેમની ટીમના કેપ્ટન શેન વોટ્સન ટીમની નવી ટીશર્ટને લોન્ચ કરી.

મુંબઇ ઇન્ડિયન
કોલકત્તાના ઇડન ગાર્ડનમાં મુંબઇ ઇન્ડિયનના પ્લેયર ઉન્મુક્ત ચાંદ ટ્રેનિંગ સેશન દરમિયાન ડ્રોન સાથે રમી રહ્યા છે.

શ્રીનગર
શ્રીનગરમાં એશિયાના સૌથી વિશાળ ટ્યૂલિપ ગાર્ડનમાં કાશ્મીરી છોકરીઓ પરંપરાગત કપડા પહેરી આ ગાર્ડનની સુંદરતાની મઝા માણી રહી છે. નોંધનીય છે કે સોમવારે આ ગાર્ડનને મુખ્યમંત્રી મુફ્તી મુહમ્મદ સૈય્યદના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લુ મૂકાયું હતું.

જયપુર
ઠંડે ઠંડે પાનીસે નહાના ચાહિયે. જયપુર-દિલ્હી નજીક આવેલા હાથી ગામમાં ભીષણ ગરમી છૂટકારો મેળવવા માટે એક હાથી તળાવના ઠંડા ઠંડા પાણીની મઝા માણી રહ્યો છે.

અલ્હાબાદ
અલ્હાબાદમાં ખેડૂતોઓ રસ્તા પર ઉતરી આવ્યા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક પડી ગયો છે ત્યારે સરકાર તરફથી હજી સુધી કોઇ વળતર ના મળતા ખેડૂતોએ પોતાની માંગણી રજૂ કરી વિરોધ પ્રદર્શન કર્યું.

અલ્હાબાદ
ઉત્તરપ્રદેશમાં પબ્લિક સર્વિસ કમિશન (UPPSC) પરીક્ષાનું પ્રશ્નપત્ર લિંક થઇ જવાના વિરોધમાં બીજેપી કાર્યકર્તાઓએ નીકાળેલા વિરોધ રેલી પર પોલિસે આજે લાઢી ચાર્જ કર્યો.

તેલંગાના
તેલંગાનાના નલગોંડામાં હિરાસતમાંથી ભાગી છૂટેલા 5 કથિત ઇસ્લામી ઉગ્રવાદીની પોલિસ એનકાઉન્ટરમાં મોત થઇ છે. નોંધનીય છે કે આ આરોપીઓને હૈદરાબાદ કોર્ટમાં લઇ જવામાં આવી રહ્યા હતા. ત્યારે તેમણે ભાગવાની કોશિષ કરી. નોંધનીય છે કે આ ધટનામાં એક પોલિસ કર્મીની પણ મોત થઇ છે.

જમ્મુ
આર્મ ફોર્સ એક્ટ (AFSPA)ની વિરુદ્ધ જમ્મુ બેજટ સેશન દરમિયાન બીજેપી એમએલએ શુત્રોચ્ચાર કર્યો હતો.












Click it and Unblock the Notifications
