Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુષ્માની સફાઇને સોનિયા નૌટંકી કહ્યું

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સુષ્માની સફાઇને સોનિયા નૌટંકી કહ્યું તો રાહુલ કહ્યું કેટલા પૈસા મળ્યા?

સુષ્માની સફાઇને સોનિયા નૌટંકી કહ્યું તો રાહુલ કહ્યું કેટલા પૈસા મળ્યા?

લલિત ગેટ મામલે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના નિવેદને ક્રોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી જ્યાં સુષ્માની નૌટંકી કહ્યું ત્યાંજ ક્રોંગ્રેસના ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલા સુષ્મા તે વાતની સ્પષ્ટતા આપે કે તેને લલિત મોદીને દેશની બહાર મોકલવા માટે કેટલા રૂપિયા લીધા છે.

હેન્ડલૂમ દિવસ: મોદીએ કહ્યું હાથસાળ ગરીબની તાકાત બની શકે છે

હેન્ડલૂમ દિવસ: મોદીએ કહ્યું હાથસાળ ગરીબની તાકાત બની શકે છે

ચેન્નઇમાં આજે પહેલા રાષ્ટ્રિય હાથસાળ દિવસનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. તેમણે કહ્યું કે ભારત હાથસાળ ઉત્પાદનોનું ઘર છે. ખાદી બાબતે બોલતા મોદીએ કહ્યું કે સાત સીતારા હોટલ અને માંના ખાવામાં ફરક હોય છે તેવી જ રીતે ખાદી પણ માંના ખાવાના જેવી છે તેમાં ખાસ પ્રેમ છે. વધુમાં તેમણે કહ્યું કે હાથસાળ એક ગરીબના હાથોની તાકાત બનવા સક્ષમ છે.

ટાઇગર મેમણ માંને ફોન કરીને કહ્યું

ટાઇગર મેમણ માંને ફોન કરીને કહ્યું " હું યાકૂબનો બદલો લઇશ"

1993માં મુંબઇ બોમ્બ બ્લાસ્ટના આરોપી ટાઇગર મેમણની અવાજ મુંબઇ પોલિસને ફરી એક વાર સાંભળવા મળ્યો. ટાઇગર મેમણે યાકૂબ મેમણની મોતનો બદલો લેવાની વાત તેની માંને ફોન કરીને કરી હતી. યાકૂબને ફાંસી આપ્યાના થોડા સમય પહેલા ટાઇગર મેમણે ઇન્ટરનેટથી ફોન કરીને તેની માં હનીફા જોડે વાત કરી હતી.

નાવેદને પાકે નકાર્યો, પિતાએ સ્વીકાર્યો

નાવેદને પાકે નકાર્યો, પિતાએ સ્વીકાર્યો

ઉધમપુર આતંકી હુમલામાં પકડાયેલા આતંકીની મહોમ્મદ નાવેદ યાકૂબ ઉર્ફ ઉસ્માન ખાને પાકિસ્તાને પોતાના નાગરિક તરીકે સ્વીકારવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે આ નામનો કોઇ વ્યક્તિ તેમના ડેટાબેઝમાં નથી. જો કે નાવેદના પિતાએ તેના પુત્રની ઓળખને સ્વીકારી છે.

સ્મૃતિ ઇરાની- મીડિયામાં કહેવું સરળ છે સદનમાં બોલવું મુશ્કેલ છે

સ્મૃતિ ઇરાની- મીડિયામાં કહેવું સરળ છે સદનમાં બોલવું મુશ્કેલ છે

લલિતગેટ મામલે સંસદમાં થઇ રહેલા હંગામા અને ક્રોંગ્રેસ સાંસદાને સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી થયેલા હંગામાં પર બોલતા કેન્દ્રિય માનવ સંશાધન પ્રધાન સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે ક્રોંગ્રેસીઓએ પોતાની શર્ટ નીકાળીને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન સામે પ્રદર્શન કર્યું હતું. શું રાહુલ ગાંધી તેમના ક્રોંગ્રેસના લોકોને આવા જ સંસ્કાર આપવા માંગે છે. વધુમાં તેમણે કહ્યું કે મીડિયામાં દોઢ મિનિટ ભાષણ આપવું સરળ છે પણ સંસદમાં દોઢ કલાક વાંચ્યા વગર ભાષણ આપવું મુશ્કેલ છે.

કાકપોરા ગામમાં સેનાએ ત્રણ આતંકીઓને મોતને ધાટ ઉતાર્યા

કાકપોરા ગામમાં સેનાએ ત્રણ આતંકીઓને મોતને ધાટ ઉતાર્યા

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના કાકપોરા ગામમાં ગુરુવારે, સુરક્ષાબળોએ છાપેમારી કરીને ત્રણ આતંકીઓને મોતને ધાટ ઉતાર્યા છે. આ આતંકીઓમાં એક ઉધમપુર હુમલાનો માસ્ટર માઇન્ડ હતો તેવું મનાઇ રહ્યું છે.

સૈનિક સન્માન સાથે શહીદ રોકીને કરાયો વિદાય

સૈનિક સન્માન સાથે શહીદ રોકીને કરાયો વિદાય

જમ્મુ કાશ્મીરમાં આંતકીઓ સામે નીડરતાથી લડીને શહીદ થયેલા બીએસએફ જવાન રોકીનો આજે પૂરો સૈનિક સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. વળી તેના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ હાજર રહ્યા.

દિલ્હીમાં ફતેહ અલી ખાને કોર્ટમાં નિવેદન નોંધાવ્યું

દિલ્હીમાં ફતેહ અલી ખાને કોર્ટમાં નિવેદન નોંધાવ્યું

ગુરુવારે, નવી દિલ્હીમાં પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાને તેમની વિરુદ્ધ નોંધાયેલા ફોરેક્સ ઉલ્લંધન કેસના મામલમાં કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવ્યું.

ક્રોંગ્રેસી કાર્યકરોએ શર્ટલેસ થઇને કર્યું વિરોધ પ્રદર્શન

ક્રોંગ્રેસી કાર્યકરોએ શર્ટલેસ થઇને કર્યું વિરોધ પ્રદર્શન

ગુરુવારે, દિલ્હીમાં ક્રોંગ્રેસી કાર્યકર્તાઓએ શર્ટ લેસ થઇને લલિત ગેટ પર સુષ્મા સ્વરાજ અને વસુંધરા રાજેના રાજીનામાની માંગ કરી વિરોધ પ્રદર્શન કર્યું.

પટનામાં મુસ્લિમ આરક્ષણ મામલે મુસ્લિમ નેતાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

પટનામાં મુસ્લિમ આરક્ષણ મામલે મુસ્લિમ નેતાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ગુરુવારે, બિહારના પટનામાં રાષ્ટ્રિય મુસ્લિમ કાઉન્સિલના નેતા મેરાઝ ખાલિદ નૂર મદાનીએ મુસ્લિમ આરક્ષણ માંગણી સાથે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.

મેધા પાટકરે જીવન અધિકાર યાત્રાની શરૂઆત કરી

મેધા પાટકરે જીવન અધિકાર યાત્રાની શરૂઆત કરી

સરદાર સરોવર ડેમ ઊંચાઇ વધારવા અને અહીંના ખેડૂતો અને માછીમારાનો વિવિધ પ્રશ્નોને અવાજ આપવા માટે સામાજિક કાર્યકર મેધા પાટકરે ગુરુવારે કાલધાટથી એક રેલીની શરૂઆત કરી. આ જીવન આધાર યાત્રા દ્વારા તે અહીંના લોકોના પ્રશ્નોને અવાજ આપવાનો પ્રયાસ કરશે.

વિકલાંગોને બિસ્ટિક વેચતા જોવા મળ્યા રોબર્ટ વોડ્રા

વિકલાંગોને બિસ્ટિક વેચતા જોવા મળ્યા રોબર્ટ વોડ્રા

શુક્રવારે, દિલ્હીના રસ્તા પર વિકલાંગ લોકોને જાણીતા ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાએ બિસ્ટિક વેચી સમાજસેવાનું કામ કરતા નજરે પડ્યા.

પશ્ચિમ બંગાળમાં એક વિદેશી રસ્તો કંઇક આમ પાર કર્યો

પશ્ચિમ બંગાળમાં એક વિદેશી રસ્તો કંઇક આમ પાર કર્યો

ગુરુવારે, પશ્ચિમ બંગાળના પૂરગ્રસ્ત નાદિયા જિલ્લામાં પાણી ભરાયેલા રોડને પસાર કરવા માટે એક વિદેશી નાગરિકે કંઇક આ રીતે હોડીની સહાય લીધી.

સોનાક્ષીએ લોન્ચ કર્યો સ્માર્ટ ફોન

સોનાક્ષીએ લોન્ચ કર્યો સ્માર્ટ ફોન

ગુરુવારે, દિલ્હીમાં જાણીતી બોલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ અસુસ નામની મોબાઇલ કંપનીનો સ્માર્ટફોન લોન્ચ કર્યો.

મથુરામાં ભારે વરસાદે આ બાળકોની મુસીબત વધારી

મથુરામાં ભારે વરસાદે આ બાળકોની મુસીબત વધારી

ગુરુવારે મથુરામાં ભારે વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાતા જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું. અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

ભોપાલમાં 81મી રેલ્વે એથલિક ચેમ્પિયનશીપ યોજાઇ

ભોપાલમાં 81મી રેલ્વે એથલિક ચેમ્પિયનશીપ યોજાઇ

ગુરુવારે, ભોપાલમાં 81મી રેલ્વે એથ્લેટિક ચેમ્પિયનશીપ 2015નું આયોજન કરવામાં આવ્યું. જેમાં 100 મીટરની હર્ડલ રેસમાં અનચૂ એમ.એમે ગોલ્ડ મેડલ મેળવ્યો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X