Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Republic Day 2021 Live Updates: રાજપથ પર રાષ્ટ્રપતિ કોવિંદે લહેરાવ્યો તિરંગો

Republic Day 2021 Live Updates: આજે રાજપથ પર ત્રણેય સેનાનુ્ં શૌર્ય જોવા મળશે

Republic Day Parade 2021: કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલ ખેડૂત આંદોલન વચ્ચે દેશની રાજધાનીમાં રાજપથ પર આજે ગણતંત્ર દિવસ સમારોહ મનાવવામાં આવશે. કોરોનાવાયરસ મહામારીને પગલે આ વખતે ગણતંત્ર દિવસ સમારોહ અને રાજપથ પર થનાર પરેડમાં કેટલાય પ્રકારના બદલાવ કરવામાં આવ્યા છે. ગણતંત્ર દિવસ પર પહેલીવાર કોઈ વિદેશી મહેમાન સામેલ નહી થાય. આ ઉપરાંત વિરતા પુરસ્કાર મેળવનાર બાળકો પણ આ વખતેની ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ નહિ થાય. ગણતંત્ર દિવસ પરેડનું લાઈવ અપડેટ વાંચો.

republic day

Jan 26, 2021, 11:27 am IST

ગુજરાત

રાજપથ પર ગુજરાત રાજ્યની ઝાંકીમાં મોઢેરાનુ સૂર્ય મંદિર દર્શાવવામાં આવ્યુ.
Jan 26, 2021, 10:57 am IST

રાજપથ પર ઝાંકીઓમાં સૌથી પહેલા ઝાંકી, સંઘ શાસિત પ્રદેશ લદ્દાખની ઝાંકી છે જે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ પહેલી વાર ગણતંત્ર દિવસ પરેડમાં ભાગ લઈ રહ્યા છે.
Jan 26, 2021, 10:41 am IST

દિલ્લી

રાજપથ પર વાયુસેના બેંડ દળ. વૉરંટ ઑફિસર અશોક કુમાર બેંડ દળનુ નેતૃત્વ કરી રહ્યા છે.
Jan 26, 2021, 10:33 am IST

ગણતંત્ર દિવસની પરેડમાં રાજપથ પર માર્ચ કરતા નૌસેનાનુ બ્રાસ બેંડ દળ.
Jan 26, 2021, 10:31 am IST

રાજપથપર નૌસેનાની ઝાંકી પણ બતાવવામાં આવી.
Jan 26, 2021, 10:27 am IST

861 મિસાઈલ રેજિમેન્ટની બ્રહ્મોસ મિસાઈલ પ્રણાલીના મોબાઈલ સ્વાયત(ઑટોનોમસ) લાંચરે રાજપથ પર પોતાની તાકાત બતાવી. આનુ નેતૃત્વ કેપ્ટન કમરુલ જમાને કર્યુ.
Jan 26, 2021, 10:25 am IST

રાજપથ પર ભીષ્મ ટેંક અને બ્રહ્મોસ મિસાઈલની તાકાત.
Jan 26, 2021, 10:24 am IST

રાજપથ પર ઉન્નત કે અપગ્રેટેડ શિલ્કા હથિયાર પ્રણાલીની ઝાંકી નીકળી, આની કમાન 140 વાયુ રક્ષા રેજિમેન્ટ (સેલ્ફ પ્રોપેલ્ડ)ની કેપ્ટન પ્રીતિ ચૌધરીએ સંભાળી.
Jan 26, 2021, 10:23 am IST

ગણતંત્ર દિવસની પરેડમાં રાજપથ પર માર્ચ કરતા બાંગ્લાદેશી આર્મીનુ દળ.
Jan 26, 2021, 10:21 am IST

રાજપથ પર પરેડ શરૂ, ત્રણે સેનાઓની પરેડ, ઝાંકીઓમાં દેખાશે દેશની આન-બાન-શાન.
Jan 26, 2021, 10:21 am IST

ગણતંત્ર દિવસ પર રાજપથ પર પરેડની શરૂઆત થઈ ગઈ છે. સૌથી પહેલા હેલીકૉપ્ટરોએ દર્શકો પર ફૂલો વરસાવ્યા અને તે બાદ પૂર્વ સૈનિકોએ રાષ્ટ્રપતિને સલામી આપી.
Jan 26, 2021, 10:20 am IST

છત્તીસગઢ

ગણતંત્ર દિવસ પર મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે બસ્તરમાં તિરંગો લહેરાવ્યો.
Jan 26, 2021, 10:19 am IST

કર્ણાટક

ગણતંત્ર દિવસ પર રાજ્યપાલ વજૂભાઈ વાળાએ બેંગલુરુમાં તિરંગો ફરકાવ્યો.
Jan 26, 2021, 10:18 am IST

તેલંગાના

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ 72માં ગણતંત્ર દિવસ પર હૈદરાબાદમાં તિરંગો ફરકાવ્યો.
Jan 26, 2021, 10:17 am IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય ગણમાન્ય અતિથિઓની હાજરીમાં રાજપથ પર તિરંગો ફરકાવવામાં આવ્યો.
Jan 26, 2021, 10:12 am IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાના વિશેષ ઘોડેસવાર અંગરક્ષકો સાથે રાજપથ પર હાજર સલામી મંચ પહોંચી ગયા છે.
Jan 26, 2021, 10:11 am IST

રાજપથ પર પહોંચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદીએ કર્યુ સ્વાગત.
Jan 26, 2021, 10:10 am IST

રાજપથ પર પહોંચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદીએ કર્યુ સ્વાગત.
Jan 26, 2021, 9:58 am IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજપથ માટે રવાના થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનથી રાષ્ટ્રપતિનો કાફલો રાજપથ પહોંચશે. ત્યારબાદ ગણતંત્ર દિવસની પરેડ શરૂ થશે.
Jan 26, 2021, 9:52 am IST

દિલ્લી

ગણતંત્ર દિવસ પર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પોતાના આવાસ પર તિરંગો લહેરાવ્યો.
Jan 26, 2021, 9:51 am IST

આ દરમિયાન તેમની સાથે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ત્રણે સેનાઓના પ્રમુખ પણ હાજર રહ્યા.
Jan 26, 2021, 9:42 am IST

નેશનલ વૉર મેમોરિયલ પર પીએમ મોદીએ આપી શહીદોને સલામી.
Jan 26, 2021, 9:36 am IST

આ વખતે રાજપથ પર જે દર્શકો આવી રહ્યા છે તેમણે કોરોના ગાઈડલાઈન્સનુ પાલન કરવુ પડશે.
Jan 26, 2021, 9:35 am IST

મધ્ય પ્રદેશ

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે 72માં ગણતંત્ર દિવસ પર રીવાના SAF ગ્રાઉન્ડમાં તિરંગો લહેરાવ્યો.
Jan 26, 2021, 9:33 am IST

યુપી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 72માં ગણતંત્ર દિવસ પર પોતાના આવાસ પર તિરંગો લહેરાવ્યો.
Jan 26, 2021, 9:21 am IST

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ગણતંત્ર દિવસ પર દિલ્લીમાં ભાજપ કાર્યાલયમાં તિરંગો લહેરાવ્યો.
Jan 26, 2021, 9:19 am IST

ઓરિસ્સાના રાજ્યપાલ ગણેશી લાલે ગણતંત્ર દિવસ પર તિરંગો લહેરાવ્યો.
Jan 26, 2021, 9:17 am IST

બિહાર

મુખ્યમંત્રી નીતિશ કુમારે 72માં ગણતંત્ર દિવસ પર પટનામાં પોતાના આવાસ પર તિંરગો લહેરાવ્યો.
Jan 26, 2021, 9:04 am IST

ગુજરાતના અમદાવાદમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે તિરંગો લહેરાવ્યો. સાથે જ દિલ્લીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ધ્વજારોહણ કર્યુ.
Jan 26, 2021, 9:03 am IST

આઈટીબીપીના જવાનોએ લદ્દાખમાં તિરંગો લહેરાવ્યો.
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X