For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાનો ભય, 74% કર્મચારી ચાલુ રાખવા માંગે છે વર્ક ફ્રોમ હોમ

એક સર્વે કરાવવામાં આવ્યો જેમાં 74 ટકા લોકોએ વર્ક ફ્રોમ હોમ ચાલુ રાખવા પર જોર આપ્યુ. વાંચો વિગત.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં રોજ કોરોના પૉઝિટીવ કેસોની સંખ્યા વધી રહી છે. કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે હજુ સુધી કોઈ ચોક્કસ દવા કે વકેસીન મળી શકી નથી માટે લોકોમાં કોરોનાનો ભય વધી રહ્યો છે. કોરોનાથી બચવા માટે ઘણી કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા આપી છે. વર્ક ફ્રોમ હોમ બોરિંગ હોવા છતાં લોકો તેને પ્રાધાન્ય આપી રહ્યા છે. કોરોનાથી બચવા માટે ઑફિસ જતી વખતે પલ્બિક ટ્રાન્સપોર્ટના ઉપયોગથી બચવા માંગે છે. એસોસિએટેડ ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઑફ ઈન્ડિયા અને કંસલ્ટિંગ ફર્મ પ્રાઈમસ પાર્ટનર્સે સંયુક્ત સર્વે કરાવવામાં આવ્યો જેમાં 74 ટકા લોકોએ વર્ક ફ્રોમ હોમ ચાલુ રાખવા પર જોર આપ્યુ.

પલ્બિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા નથી માંગતા

પલ્બિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા નથી માંગતા

કોવિડ-19 પ્રકોપના તરત જ બાદ ઘરે (ડબ્લ્યુએફએચ)થી કામ કરવાનુ શરૂ કરનાર કર્મચારી તેને જ પ્રાથમિકતા આપી રહ્યા છે. તે આગળ પણ ડબ્લ્યુએચએફ ચાલુ રાખવા ઈચ્છે છે કારણકે ભલે રાજ્યોમાં સાર્વજનિક વાહનો જેવા કે મેટ્રો ટ્રેન, નગરનિગમની બસો શરૂ કરી દેવામાં આવી હોય પરંતુ તેમછતાં લોકો આ પલ્બિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા નથી માંગતા. ASSOCHAM દ્વારા કંસલ્ટિંગ ફર્મ પ્રાઈમસ પાર્ટનર્સ સાથે મળીને કરવામાં આવેલ સર્વેક્ષણમાં કહેવામાં આવ્યુ છે કે ત્રણ ચતુર્થાંશ લોકો વર્ક ફ્રોમ હોમ ઈચ્છે છે અથવા ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સ જેવી સુવિધા ઈચ્છે છે.

આઠ મોટા શહેરોમાં થયો સર્વે

આઠ મોટા શહેરોમાં થયો સર્વે

આ સંયુક્ત સર્વે દેશના આઠ મોટા શહેર દિલ્લી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકત્તા, અમદાવાદ અને પૂણેમાં કરવામાં આવ્યો. સર્વે રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે લૉકડાઉન દરમિયાન 79 ટકા કર્મચારીઓએ ઘરે રહીને ઑફિસનુ કામ કર્યુ. લૉકડાઉન હટવા અને તબક્કાવાર અનલૉકની પ્રક્રિયા શરૂ થયા બાદ પણ 74 ટકા કર્મચારી વર્ક ફ્રોમ હોમના જ પક્ષમાં છે. તેમને ડર છે કે ઑફિસ રોજ જવાના કારણે તે અને તેમના પરિવારના લોકો આ મહામારીની ચપેટમાં આવી શકે છે.

ઑફિસ સંબંધી ખર્ચામાં પણ ઘટાડો

ઑફિસ સંબંધી ખર્ચામાં પણ ઘટાડો

કર્મચારીઓના વિવિધ આયુ વર્ગમાં દિલ્લી, ચેન્નઈ, કોલકત્તા, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, પૂણે અને અમદાવાદમાં કરેલા સર્વેક્ષણથી વધુ એક સંકેત એ મળ્યો કે કામ કરવાના સ્થળ પર આવતા ઘણા લોકોએ પોતાના પર્સનલ વાહનનો ઉપયોગ કરવાની વાત કહી. પોસ્ટ લૉકડાઉન બાદ પણ 74 ટકા કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમને પ્રાધાન્ય આપ્યુ છે. વળી, કર્મચારીઓના ઘરેથી કામ કરવા પર કાર્યાલય પરિસરના ભાડા સહિત અન્ય ઑફિસ સંબંધી ખર્ચામાં પણ ઘટાડો આવે છે.

મહારાષ્ટ્રના પાલઘરમાં ફરીથી આવ્યા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5મહારાષ્ટ્રના પાલઘરમાં ફરીથી આવ્યા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5

English summary
74 percent of employees want to continue work from home due to coronavirus havoc: survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X