For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

75થી વધુની ઉંમરવાળા નેતા ના લડે લોકસભા ચૂંટણી, રાજ્યસભા જાય: બીસી ખંડૂરી

|
Google Oneindia Gujarati News

bc khanduri
નવી દિલ્હી, 12 જૂન: ઉત્તરાખંડના પૂર્વ મુખમંત્રી અને લાલકૃષ્ણ અડવાણીના સૌથી નજીકના માનવામાં આવનાર બીજેપી નેતા બીસી ખંડૂરીએ કહ્યું છે કે 75 વર્ષથી વધારે ઉંમર ધરાવતા નેતાઓને લોકસભાની ચૂંટણી લડવી જોઇએ નહીં અને તેમને રાજ્યસભામાં મોકલવા જોઇએ.

ખંડૂરીએ પોતે 75ને વટાવી ચૂક્યા છે. તેમણે ઇશારો ઇશારામાં અડવાણી, મુરલી મનોહર જોશી અને જસવંત સિંહ જેવા નેતાઓને આ સલાહ આપી હોય તેવું માનવામાં આવે છે.

બીસી ખંડૂરીએ કહ્યું કે જે લોકોએ સંવિધાન બનાવ્યું હતું, તેમણે ઉમરલાયક લોકો માટે રાજ્યસભા બનાવી હતી, પરંતુ દુર્ભાગ્યથી આજે કંઇક ઉંધુ જ થઇ રહ્યું છે અને રાજ્યસભામાં 50-60 વર્ષના લોકો બેસેલા છે અને 80 વર્ષના લોકોસભામાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બીસી ખંડૂરીનું આવું નિવેદન એવે વખતે આવ્યું છે જ્યારે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કેટલીક નારાજગીના પગલે પાર્ટીના તમામ ઉચ્ચ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું, અને નાટકિય ઢબે તેઓ પાર્ટીના મનાવવાથી માની પણ ગયા.

ખંડૂરીની આવી ટીપ્પણીથી એવું ફલિત થાય છે કે તેઓ અડવાણીને એવું કહી રહ્યા હોય કે તેમણે હવે સત્તા ભોગવવાનો મોહ રાખવો જોઇએ નહીં. એટલે કે પંચોત્તેરને વટાવી ગયેલા દરેક નેતાએ સત્તાની લાલસા રાખવી જોઇએ નહીં.

English summary
75 years old leaders should not to fight the Lok Sabha election said BC Khanduri.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X