ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

વિવાદોમાં સપડાયેલા રાધેમાં રડી પડ્યા!

વિવાદોમાં સપડાયેલા રાધેમાં રડી પડ્યા!

ઔરંગાબાદમાં વિવાદોમાં સપડાયેલી રાધે માંએ કહ્યું કે મારો ન્યાય ઉપર વાળો કરશે. હાથમાં ત્રિશૂળ અને ગુલાબનું ફૂલ લઇને જ્યારે ઔરંગાબાદમાં રાધેમાં મીડિયા સમક્ષ આવ્યા ત્યારે મીડિયા તેમને ધેરી લીધા અને દહેજ અને અશ્લીલતાના આરોપો વિષે પૂછતા રાધેમાં રડી પડ્યા. જે બાદ તેમણે ઉપરોક્ત કથન કર્યું હતું.

મંડીમાં વાદળ ફાટતા, આખા શહેરમાં પાણી જ પાણી

મંડીમાં વાદળ ફાટતા, આખા શહેરમાં પાણી જ પાણી

શનિવારે, હિમાચલ પ્રદેશના શહેર મંડીમાં વાદળ ફાટતા પૂરની સ્થિતિ સર્જાઇ છે. જેમાં ધરમપુર બસ ડિપો પૂરી રીતે પાણીમાં સબમર્ઝ થઇ જતા અનેક બસો ત્યાં ડૂબી ગઇ છે. અને શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે.

ભૂસ્ખલનથી અમરનાથ યાત્રા રોકાઇ

ભૂસ્ખલનથી અમરનાથ યાત્રા રોકાઇ

ઉધમપુરના ખેડીમાં આજે સવારે ભૂસ્ખલન થતા જમ્મુ કાશ્મીર રાષ્ટ્રિય હાઇવે બંદ કરી દેવામાં આવ્યો છે. જે કારણે લગભગ સાત સો વહાનો ફસાયા છે. અને અમરનાથ યાત્રાને પણ રોકવામાં આવી છે. ત્યારે હાલ તો અહીં યુદ્ધના ધોરણે રસ્તો સાફ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

નાગાલેન્ડ કરાર પર ક્રોંગ્રેસી CM કહ્યું એક ઇંચ પણ જમીન નહીં મળે

નાગાલેન્ડ કરાર પર ક્રોંગ્રેસી CM કહ્યું એક ઇંચ પણ જમીન નહીં મળે

નગાલેન્ડ કરારને લઇને ક્રોંગ્રેસના ત્રણ મુખ્યમંત્રીઓ હવે કેન્દ્ર સરકાર સાથે બે બે હાથ કરવાના મૂડ છે તેવું લાગે છે. નોંધનીય છે કે ક્રોંગ્રેસનું કહેવું છે કે નાગા સમજૂતી વખતે તેમના પાર્ટીના મુખ્યમંત્રીઓને આ અંગે સૂચિત કરવામાં નહતા આવ્યા. જે બાદ અરુણાચલ પ્રદેશ, અસમ અને મણિપુરના મુખ્યમંત્રીઓએ પોતાના રાજ્યની જમીનનો ટુકડો પણ આ કરાર હેઠળ કેન્દ્રને આપવાનો નનૈયો ભર્યો છે.

ડૉ. કલામનું નામ આપવામાં આવશે બ્રહ્મોસ હાઇપરસોનિક મિસાઇલને

ડૉ. કલામનું નામ આપવામાં આવશે બ્રહ્મોસ હાઇપરસોનિક મિસાઇલને

સંપૂર્ણપણે ભારતમાં બનેલ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામનું નામ આપવામાં આવશે. ડીઆરડીઓએ આ દ્વારા દેશના મિસાઇલ મેન શ્રદ્ધાજંલિ અર્પી છે. બ્રહ્મોસના સીઇઓ સુધીર મિશ્રાએ આ અંગે પોતાનો નિર્ણય જણાવ્યો હતો. જે બાદ ટૂંકમાં જ તેની ઔપચારિક જાહેરાત પણ થશે.

બટાકાના ભાવ પડતા જલંધરમાં ખેડૂતોએ મફતમાં બટાકા વેચ્યા

બટાકાના ભાવ પડતા જલંધરમાં ખેડૂતોએ મફતમાં બટાકા વેચ્યા

શુક્રવારે, પંજાબ સરકાર નિષ્ફળતાનો વિરોધ કરવા માટે જલંધરના બટાકા ઉગાડનાર એસોસિયેશન મફતમાં બટાકા વેચીને અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો.

NBAના ખેલાડી સતનામે જલંધરમાં વિદ્યાર્થીનીઓ જોડે રમ્યું બાસ્કેટબોલ b

NBAના ખેલાડી સતનામે જલંધરમાં વિદ્યાર્થીનીઓ જોડે રમ્યું બાસ્કેટબોલ b

શુક્રવારે, જલંધરમાં નેશનલ બાસ્કેટબોલ એસોસિયેશન (NBA)ના પ્રથમ ભારતીય મૂળના ખેલાડી સતનામે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીની એનસીસીની વિદ્યાર્થીઓ સાથે બાસ્કેટબોલ રમ્યા. અને આ વિદ્યાર્થીઓને બાસ્કેટબોલની કેટલીક ટેકનિક પણ સમજાવી.

આતંકીના અંતિમ સંસ્કાર વખતે સુરક્ષાદળો અને સ્થાનિકો વચ્ચે થયો પથરાવ

આતંકીના અંતિમ સંસ્કાર વખતે સુરક્ષાદળો અને સ્થાનિકો વચ્ચે થયો પથરાવ

શુક્રવારે, જમ્મુ કાશ્મીરના પુલવામાં લશ્કર એ તૈયબાના આતંકી તાલિબ અહમદ શાહના અંતિમ સંસ્કાર વખતે સ્થાનિકો અને સુરક્ષા બળો વચ્ચે વિવાદ થતા સ્થાનિકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો.

હરિયાળામાં દિવાલ પડતા 10ના મોત

હરિયાળામાં દિવાલ પડતા 10ના મોત

શુક્રવારે, હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં આવેલ ઢોલેડા ગામમાં એક નિર્માણધીન દિવાલ પડતા લગભગ 10 લોકોની મોત થઇ છે.

ઉજ્જૈનમાં મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે કર્યો ચૂંટણી પ્રચાર

ઉજ્જૈનમાં મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે કર્યો ચૂંટણી પ્રચાર

ઉજ્જૈનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સ્થાનિક ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રચાર કરવા ઉજ્જૈનના રસ્તા પર ઉતર્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X