કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં મળ્યા 8171 નવા કેસ, 204ના મોત
દેશમાં અનલૉક-1ની શરૂઆત સાથે જ કોરોના વાયરસનુ સંક્રમણ પર ઝડપી થઈ ગયુ છે.
દેશમાં અનલૉક-1ની શરૂઆત સાથે જ કોરોના વાયરસનુ સંક્રમણ પર ઝડપી થઈ ગયુ છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે માહિતી આપીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 8171 નવા કેસ સામે આવ્યા છે ત્યારબાદ દર્દીઓની સંખ્યા વધીને 1,98,706 થઈ ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં 204 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં અત્યાર સુધી 5598 લોકો કોરોના વાયરસા કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

કોરોના વાયરસના 95,526 દર્દી રિકવર
જો કે એક મોટી રાહત એ છે કે દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 95,526 દર્દી રિકવર થઈ ચૂક્યા છે અને હાલમાં સક્રિય કેસ 97,581 છે. તમને જણાવી દઈએ કે મોદી સરકારે 1 જૂનથી દેશભરમાં લૉકડાઉન 5 લાગુ કરી દીધુ છે અને તેને અનલૉક-1નુ નામ આપ્યુ છે. અનલૉક-1માં ધાર્મિક સ્થળો સહિત મૉલ ખોલવા અંગે પણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે.

અનલૉક -1 અંગે નવી ગાઈડલાઈન જારી
વળી, સોમવારે દિલ્લીની અરવિંદ કેજરીવાલ સરકારે અનલૉક-1 અંગે ગાઈડલાઈન જારી કરી. કેજરીવાલે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યુ કે દિલ્લીમાં પહેલા દુકાનો ઑડ-ઈવનના આધારે ખોલવામાં આવી રહી હતી પરંતુ હવે બધી દુકાનો ખુલી શકે છે. નવી ગાઈડલાઈન મુજબ દિલ્લીમાં સલુન ખોલી શકાશે પરંતુ સ્પા સેન્ટર હાલમાં બંધ રહેશે. રાજધાનીમાં પણ ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન્સ મુજબ રાતે 9 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે અને આ દરમિયાન માત્ર બહુ જરૂરી કામથી જ લોકો પોતાના ઘરોની બહાર નીકળી શકશે.

એક અઠવાડિયા સુધી રાજધાનીની બૉર્ડર સીલ
દિલ્લી સરકારે અનલૉક-1માં સૌથી મોટો નિર્ણય એક સપ્તાહ સુધી રાજધાનીની બૉર્ડર સીલ કરવા અંગે લીધો છે. સીએમ કેજરીવાલે કહ્યુ કે કોરોના વાયરસના સતત વધતા કેસોને જોતા દિલ્લીની બૉર્ડરને હવે આગલા એક સપ્તાહ માટે સીલ કરવામાં આવી રહી છે. કેજરીવાલે કહ્યુ કે દિલ્લી દિલવાળાઓની છે. આ બૉર્ડર ખોલી દેવામાં આવશે તો અહીંની હોસ્પિટલમાં ઈલાજ કરાવવા માટે દેશભરના બધા લોકો આવશે. દિલ્લીની હોસ્પિટલોમાં અમુક સમય માટે દિલ્લીના લોકોનો જ ઈલાજ થવો જોઈએ માટે એક સપ્તાહ માટે દિલ્લીની બૉર્ડર સીલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
