For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્માં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 2000ને પાર, મિલિટ્રી બોલાવવાની માંગ ઉઠી

મહારાષ્ટ્માં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 2000ને પાર, મિલિટ્રી બોલાવવાની માંગ ઉઠી

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમા કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી ળઈ રહ્યો. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે અને આ આંકડો હવે 2000ને પાર પહોંચી ગયો છે. સોમવારે સામે આવેલ 82 નવા મામલા બાદ રાજ્યમાં સંક્રમિત દર્દીની કુલ સંખ્યા 2064 સુધી પહોંચી ગઈ છે. આજે સામે આવેલા 82માંથી 59 મામલા માત્ર મુંબઈના જ છે.

Coronavirus

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે 149 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે 208 લોકો આ વાયરસના સંક્રમણથી જંગ જીતી ચૂક્યા છે. મુંબઈમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1300ને પાર પહોંચી ચૂક્યો છે. અગાઉ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપી હતી કે પાછલા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 221 નવા દર્દી સામે આવ્યા છે. જ્યારે 22 કોરોના સંક્રમિતોના મોત થયાં છે. મુંબઈમાં અત્યાર સુધીામં 92 લોકોના મોત થઈ ચૂક્યાં છે. પાછલા 24 કલાકમાં માત્ર મુંબઈમાં જ 16ના મોત થયાં.

જ્યારે નાગપુર ઈસ્ટના ભાજપ ધારાસભ્ય કૃષ્ણ ખોપડેએ ન્યૂજ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે કોરોના વાયરસના ઘણા મામલા સામે આવ્યા છે અને આ વિસ્તારોને સેનાના હવાલે કરી દેવા જોઈએ. તેમણે કહ્યું કે તેઓ આ વિશે મ્યૂનિસિપલ કમિશ્નર સાથે વાત કરશે.

ભારતની વાત કરીએ તો અહીં સક્રમિતોની સંખ્યા વધીને 9152 થઈ ગઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને કોરોના વાયરસથી નિપટવાની પૂરી કોશિશ કરી રહી છે. દેશભરમાં વાયરસથી 308 લોકોના મોત થયાં છે, જ્યારે ઠીક થનારા દર્દીઓની સંખ્યા 857 છે. દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે 1 લાખ 15 હજાર લોકોના મોત થયાં છે. જ્યારે સંક્રમિતોનો આંકડો 18 લાખને પાર પહોંચી ગયો છે.

Coronavirus: ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા 8000ને પાર, 24 કલાકમાં 34 લોકોનાં મોતCoronavirus: ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા 8000ને પાર, 24 કલાકમાં 34 લોકોનાં મોત

English summary
82 new COVID19 cases including 59 cases in Mumbai reported in maharashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X