ભારતભરના મુખ્ય સમાચાર તસવીરોના માધ્યમથી

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કેરળનો હાથી બન્યો નવો સેલ્ફી સ્ટાર

કેરળનો હાથી બન્યો નવો સેલ્ફી સ્ટાર

કેરળના કોટ્ટાયમમાં કિરણ નારાયણનકુટ્ટી નામના હાથીએ એક સેલ્ફી સ્ટ્રીક વડે સેલ્ફી પાડીને એક ફોટોપ્રદર્શનીનું ઉદ્ધાટન કર્યું. નોંધનીય છે કે આ પ્રદર્શનીનું નામ "સાઇલન્સ" હતું.

વ્યાપમના તમામ કેસ પર તપાસ કરશે CBI

વ્યાપમના તમામ કેસ પર તપાસ કરશે CBI

સુપ્રિમ કોર્ટે આજે વ્યાપંમ કૌભાંડની તમામ તપાસ સીબીઆઇને સોંપી. 13 જુલાઇથી સીબીઆઇ આ મામલાની તપાસ કરશે. સાથે જ આ કેસ પર 24 જુલાઇએ ફરીથી સુનવણી થશે. સાથે મધ્ય પ્રદેશના ગર્વનર રામ નરેશ યાદવને પણ તેમનું ગર્વનર પદ છોડવું પડશે.

વ્યાપંમ કૌભાંડમાં વધુ એક સાક્ષીની મોત

વ્યાપંમ કૌભાંડમાં વધુ એક સાક્ષીની મોત

વ્યાપંમ કૌભાંડમાં વધુ એક સાક્ષીની મોત થઇ છે. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં કોન્સેટબલ સંજય સિંહ નામના સાક્ષીની ઇલાજ વખતે મૃત્યુ થઇ ગઇ. જાણકારી મુજબ આ વ્યક્તિની મોત બે મહિના પહેલા થઇ હતી. જો કે તેનો ખુલાસો હાલમાં જ થયો છે.

અક્ષયના પરિવારે સીએમ શિવરાજનો પ્રસ્તાવ નકાર્યો

અક્ષયના પરિવારે સીએમ શિવરાજનો પ્રસ્તાવ નકાર્યો

વ્યાપંમ કૌભાંડમાં મૃત્યુ પામેલા પત્રકાર અક્ષય સિંહના પરિવારને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ મળ્યા હતા. જ્યાં તેમણે પરિવારના એક સદસ્યને નોકરી અને આર્થિક મદદ આપવાની વાત કરી હતી. જો કે અક્ષયના પરિવારે આ વાતને નકારતા કહ્યું કે તે આ મામલે ખાલી નિષપક્ષ તપાસ ઇચ્છે છે.

મુંબઇમાં આતંકી હુમલાનો ખતરો, ડ્રોન પર પ્રતિબંધ

મુંબઇમાં આતંકી હુમલાનો ખતરો, ડ્રોન પર પ્રતિબંધ

દેશની આર્થિક રાજધાની એવી મુંબઇ પર ફરી એક વાર આતંકી હુમલો થવાની શક્યતા વધી છે. જે અંગે ગુપ્તચર વિભાગે મુંબઇ પોલિસને જાણ કરતા. પોલિસ શહેરમાં ડ્રોન પર પ્રતિબંધ મૂક્યો છે.

શ્રીનગરમાં કાશ્મીર હાટ ખાતે રોઝા ખોવામાં આવ્યા

શ્રીનગરમાં કાશ્મીર હાટ ખાતે રોઝા ખોવામાં આવ્યા

બુધવારે, પવિત્ર રમઝાન માસમાં શ્રીનગરના કાશ્મીર હાટ ખાતે મુસ્લિમોએ પોતાના રોઝા ખોલ્યા અને દાવત માણી.

જ્યારે એક દાદાજીએ બીજા દાદાની મદદ કરી

જ્યારે એક દાદાજીએ બીજા દાદાની મદદ કરી

મિર્ઝાપુરમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાતા બે દાદાજીઓ કંઇક આ રીતે પોતાનું બંધ પડેલું બાઇક ખેંચી રહ્યા છે.

લિપિકા અને બરખા શુક્લાએ જંતર મંતર પર કરી ધરણા

લિપિકા અને બરખા શુક્લાએ જંતર મંતર પર કરી ધરણા

નવી દિલ્હીમાં આપ નેતા સોમનાથ ભારતીની પત્ની લિપિકા મિત્રા અને દિલ્હી મહિલા આયોગ સમિતિના અધ્યક્ષ બરખા શુક્લાએ જંતર મંતર પર સક્ષત નારી પરિષદ દ્રારા આયોજીત એક ધરણા કાર્યક્રમમાં હાજરી આપી સુત્રોચ્ચાર કર્યો. નોંધનીય છે કે આ ધરણા દિલ્હીમાં માહિલાઓ સામે થઇ રહેલા અત્યાચારના વિરુદ્ધમાં કરવામાં આવી હતી.

જ્યારે દેખાયા બે બે સૌરભ ગાંગુલી

જ્યારે દેખાયા બે બે સૌરભ ગાંગુલી

બુધવારે, કોલકત્તામાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને જાણીતા ક્રિકેટર સૌરભ ગાંગુલીએ તેના જન્મદિવસ નિમિત્તે તેના જ એક પૂતળાનું અનાવરણ કર્યું. નોંધનીય છે કે આ પૂતળું સૌરભ ગાંગુલીના ફેન્સ દ્વારા બનાવવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X