For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું, 1થી 27 મે વચ્ચે કેટલા પ્રવાસી મજૂર પોતાના ઘરે પહોંચ્યા

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું, 1થી 27 મે વચ્ચે કેટલા પ્રવાસી મજૂર પોતાના ઘરે પહોંચ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશવ્યાપી લૉકડાઉનને પગલે હેરાન થયેલા પ્રવાસી મજૂરો માટે કેન્દ્ર સરકારે શ્રમિક સ્પેશિયલ ટ્રેનનું સંચાલન કર્યું છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં પ્રવાસી મજૂરોની ખરાબ હાલત પર સુનાવણી કરવામાં આવી જેમા કેન્દ્ર સરકારે કેટલાક અઘરા સવાલોના જવાબ આપવા પડ્યા. વીડિયો કોન્ફરન્સંગના માધ્યમથી થયેલ આ સુનાવણીમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે 1 મેથી 27 મે 2020 દરમિયાન અત્યાર સુધીમાં 91 લાખ પ્રવાસી મજૂરોને રેલવે અને રોડ માર્ગથી તેમના ગૃહ રાજ્ય પહોંચાડવામાં આવ્યા છે. હવે 3.36 લાખ પ્રવાસીઓને રોજ ભોજન આપવામાં આવી રહ્યું છે.

સુપ્રીમમાં સુનાવણી થઈ

સુપ્રીમમાં સુનાવણી થઈ

ગુરુવારે થયેલી આ સુનાવણીમાં જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ આર શાહની બેંચે વીડિયો કન્ફ્રેન્સિંગના માધ્યમથી બંને પક્ષોની દલીલો સાંભળી. આ દરમિયાન કપિલ સિબ્બલ, કૉલિન ગોંજાલ્વિસ અને ઈન્દિરા જયસિંહ પણ હાજર રહ્યા. કેન્દ્ર સરકાર તરફથી સૉલિસિટ જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટના તમામ સવાલોના જવાબ આપ્યા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી એક નોટિસ પાઠવવામાં આવી છે.

વકીલે આ જવાબ આપ્યો

વકીલે આ જવાબ આપ્યો

જેના પર વકીલ કૉલન ગોંજાલ્વિસે કહ્યું કે અમારું પણ પ્રવાસી મજૂરોનું એક સંગઠન છે અમે પણ અરજી કરી છે, બીજી તરફ વકીલ ઈંદિરા જયસિંહે સુપ્રીમ કોર્ટને અપીલ કરી કે મામલો વર્તમાનમાં ગંભીર છે માટે આના પર સુનાવણી કરી આજે જ આદેશ જાહેર કરી દેવામાં આવે. બંને દલિલોને સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે, અમે કેન્દ્રને સાંભળ્યા બાદ આદેશ જાહેર કરશું. જણાવી દઈએ કે કેન્દ્રએ કોર્ટમાં પ્રારંભિક રિપોર્ટ દાખલ કર્યો છે જેમાં તુષાર મેહતાએ આરોપ લગાવતા કહ્યું કે કેટલીક ઘટનાઓ બની જેને વારંવાર દેખાડવામાં આવી રહી છે, પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને આના પર કામ કરી રહી છે.

દરરોજ 3.36 લાખ લોકોને ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે

દરરોજ 3.36 લાખ લોકોને ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે

સુનાવણી દરમિયાન એસસીએ કહ્યું કે આમાં કોઈ બે મત નથી કે કેન્દ્ર સરકાર પ્રવાસી મજૂરો માટે સંભવ દરેક કોશિશ કરી રહી છે. પરંતુ આ વાતને પણ ઠુકરાવી ના શકાય કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રહેતા મજૂરો સુધી સરકારી સુવિધાઓ નથી પહોંચી શકતી. આના પર કેન્દ્રએ કહ્યું કે જે રાજ્યો વચ્ચે દૂરી ઓછી છે જેમ કે ગુજરાત અને રાજસથાન, એમપી અને મહારાષ્ટ્ર આવા રાજ્યોના પ્રવાસી મજૂરોને અમે રોડ મારફે મોકલવાની વ્યવસ્થા બનાવી છે. અત્યાર સુધી સડક મારફતે 40 લાખ પ્રવાસી મોકલવામાં આવી ચૂક્યા છે. જ્યારે 1 મેથી 27 મે દરમિયાન 91 લાખ લોકોને તેમની મંજિલ સુધી પહોંચાડવામાં આવી ચૂક્યા છે. કેન્દ્ર દરરોજ 3.36 લાખ પ્રવાસીઓેને સડક અને રેલવે માર્ગથી તેમના ઘરે પહોંચાડી રહી છે.

ભૂખથી દમ તોડી ચૂકેલી માને આ રીતે જગાડતો રહ્યો માસુમ, જુઓ Videoભૂખથી દમ તોડી ચૂકેલી માને આ રીતે જગાડતો રહ્યો માસુમ, જુઓ Video

English summary
91 lakh migrant workers reached their home till now center todl the supreme court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X