91 ટકા મતદારોની ઇચ્છા : બળાત્કારની ઘટનાઓ રોકવા પગલાં લેવાય

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 એપ્રિલ : દેશના 91 ટકા મતદારો ઇચ્છે છે કે નવી સરકાર મહિલાઓ વિરુધ્ધ થતી હિંસાને અટકાવવા અગ્રીમતા આપવામાં આવે. આ માટે દેશ ભરમાં મહિલાલક્ષી ચળવળ ચલાવતા આગેવાનોએ મહિલાઓલક્ષી માંગણીઓ સાથેનો 'વુમનિફેસ્ટો' તૈયાર કર્યો છે.

એમડીઆરએ અને આવાઝ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણના તારણ અનુસાર 91 ટકા મતદારો ઇચ્છે છે કે નવી સરકાર મહિલાઓ વિરુધ્ધ થતી હિંસાને અટકાવવા અગ્રીમતા આપવામાં આવે. તેમાંથી 85 ટકાનું માનવું છે કે તેઓ એવા ઉમેદવારને મત આપવા માંગે છે જેણે મહિલાઓ સામે થતી હિંસાને રોકવા માટે ચોક્કસ નીતિ તૈયાર કરી હોય.

આ અંગે આવાઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રિકિન પટેલે જણાવ્યું કે 'ભારતના મતદારોની માંગણી છે કે મહિલાઓ સામેની હિંસાને રોકવા માટે નક્કર પગલાં લેવામાં આવે. આ માટે તેઓ ભાજપ સહિતના જે પક્ષો 6 મહત્વના મુ્દ્દાને આવરી લેતા 'વુમનિફેસ્ટો'ને સમર્થન આપશે તેને મત આપશે. આ ઢંઢેરામાં કરવામાં આવેલી માંગણીઓ સંતોષાશે તો મહિલાઓને હિંસા અને શોષણમાંથી મુક્તિ મળશે.'

છ મુદ્દાનો'વુમનિફેસ્ટો' દેશના 70થી વધારે સામાજિક સંગઠનો અને વ્યક્તિગત સામાજિક કાર્યકરોએ સાથે મળીને તૈયાર કર્યો છે.
'વુમનિફેસ્ટો'ના સ્થાપક અને સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ કરૂણા નંદીએ જણાવ્યું કે 'અત્યારે જ ખરો સમય છે જ્યારે મતદારોને મજાક ગણતા રાજકારણીઓને ભાનમાં લાવી શકાશે. આ સમયે જ પાર્ટીઓ પોતાના ચૂંટણી વચનો પાળે તે માટે તેમને બાંધી શકાશે. 'વુમનિફેસ્ટો'ને આપ અને સીપીઆઇ(એમએલ)એ પોતાના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓ શું કરે છે તે હવે જોવાનું રહે છે.'

આગળ જાણો સર્વેક્ષણના અન્ય તારણો શું દર્શાવે છે...

મહિલા હિંસા અંગે શિક્ષણ અભિયાન

મહિલા હિંસા અંગે શિક્ષણ અભિયાન


94 ટકા મતદારો ચાહે છે કે નવી સરકાર મહિલાઓ સામેની હિંસા બંધ કરવાના હેતુથી જાહેર શિક્ષણ અભિયાન શરૂ કરે.

મહિલાઓ સામે હિંસાનું પ્રમાણ

મહિલાઓ સામે હિંસાનું પ્રમાણ


99 ટકા ભારતીયો ભારતમાં મહિલાઓ સામે થતી હિંસાના પ્રમાણથી ચિંતિત છે. કારણ કે ભારતમાં દર બેમાંથી એકથી વધુ મહિલા પોતાને અસુરક્ષિત અનુભવે છે.

મહિલાઓ સાથે ભેદભાવ

મહિલાઓ સાથે ભેદભાવ


87 ટકા લોકો ભારતમાં મહિલાઓ સાથે થતા ભેદભાવ અંગે ચિંચિત છે.

મહિલાઓ માટે અપૂરતા ચૂંટણી વચનો

મહિલાઓ માટે અપૂરતા ચૂંટણી વચનો


75 ટકા લોકોનું માનવું છે કે અત્યાર સુધી મહિલાઓ અંગે રાજકારણીઓએ જે ચૂંટણી વચનો આપ્યા છે તે અપૂરતા છે.

મહિલાઓ સામે હિંસાનો મુદ્દો

મહિલાઓ સામે હિંસાનો મુદ્દો


91 ટકા લોકો માને છે કે આવનારી લોકસભા ચૂંટણી 2014માં મહિલાઓ સામે હિંસા મહત્વનો મુદ્દો બની રહેશે.

મતદારોના મતે કયા મુદ્દા અગ્રીમ

મતદારોના મતે કયા મુદ્દા અગ્રીમ


1 ભ્રષ્ટાચાર
2 મહિલાઓ સામેની હિંસા
3 બેરોજગારી
4 મોંઘવારી
5 ગરીબી
6 વીજળી બિલ
7 શિક્ષણ
8 પ્રદૂષણ
9 પાણી

મત કોને?

મત કોને?


85 ટકાનું માનવું છે કે તેઓ એવા ઉમેદવારને મત આપવા માંગે છે જેણે મહિલાઓ સામે થતી હિંસાને રોકવા માટે ચોક્કસ નીતિ તૈયાર કરી હોય.

'વુમનિફેસ્ટો'ના છ મુદ્દા કયા?

'વુમનિફેસ્ટો'ના છ મુદ્દા કયા?

1. Educate for equality
2. Make laws count
3. Put women in power
4. Police for the people
5. Swift, certain justice
6. Economic flourishing

English summary
91 percent voters want the new government to prioritise ending violence against women. Prominent leaders of women’s movements across the country set out this criteria in a ‘Womanifesto’ of demands.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X