વારાણસી: લોકોએ યુવકને કપડાં ઉતરાવીને થાંભલા સાથે બાંધીને માર્યો

યુપીના વારાણસી જિલ્લાના કેન્ટ ચોકી વિસ્તારના ઘોસાબાદ માં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે.

યુપીના વારાણસી જિલ્લાના કેન્ટ ચોકી વિસ્તારના ઘોસાબાદ માં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. આ ઘટના વિશે માહિતી ત્યારે મળી જયારે એક નાબાલિક ને ખાલી ઇનરવીયર માં વીજળીના થાંભલા સાથે બાંધીને રાખવાનો ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો. બાળકને બાંધનાર લોકોને જયારે ખબર પડી કે મીડિયા આવી રહી છે ત્યારે તેમને જલ્દીમાં તે યુવકને ભગાડી દીધો. પરંતુ મીડિયામાં ખબર આવ્યા પછી પોલીસે આખો મામલો ગંભીરતાપૂર્વક લીધો છે. તેમને 5 અજ્ઞાત લોકોની સામે કેસ નોંધીને કાર્યવાહી માટે તૈયારી કરી છે.

varanasi

આ હતો આખો મામલો

ખરેખર ગયા શુક્રવારે મોબાઈલ ચોરીના આરોપમાં કેન્ટ ચોકી વિસ્તારના ઘોસાબાદ માં એક નાબાલિક યુવકના કપડાં ઉતારીને તેની જોરદાર પીટાઈ કરવામાં આવી. પીટાઈ કરનાર લોકોનો આરોપ હતો કે તેને દુકાનથી મોબાઈલ ચોરી કર્યો છે. ત્યારપછી લોકોએ તેના કપડાં ઉતારીને તેને થાંભલા સાથે બાંધી દીધો. યુવક કહેતો રહ્યો કે તેને ચોરી નથી કરી તેમ છતાં પણ લોકોએ તેની વાત માની નહીં. આરોપ લગાવ્યા પછી પણ યુવક પાસે કોઈ મોબાઈલ મળ્યો નહીં. જયારે મીડિયા આવવાની જાણકારી લોકોને મળી ત્યારે તેમને યુવકને ભગાડી દીધો.

યુવકની પીટાઈનો વીડિયો વાયરલ થયા પછી ઇન્સ્પેક્ટર કેન્ટ રાજીવ રંજન ઉપાધ્યાય ઘ્વારા આખો મામલો ગંભીરતાપૂર્વક લેતા 5 લોકો વિરુદ્ધ ધારા 147,323,504, 342 હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X