For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં બિલ્ડીંગ સાથે ટકરાયું ચાર્ટર પ્લેન, 2 પાયલેટ સહીત 5 ની મૌત

ઘાટકોપર વિસ્તારમાં એક બિલ્ડીંગ પર ચાર્ટર પ્લેન ટકરાવવાથી લોકોમાં અફરાતફરી મચી ગયી છે. જે બિલ્ડીંગ સાથે ચાર્ટર પ્લેન અથડાયું છે તેમાં કામ ચાલી રહ્યું હતું.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઘાટકોપર વિસ્તારમાં એક બિલ્ડીંગ પર ચાર્ટર પ્લેન ટકરાવવાથી લોકોમાં અફરાતફરી મચી ગયી છે. જે બિલ્ડીંગ સાથે ચાર્ટર પ્લેન અથડાયું છે તેમાં કામ ચાલી રહ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિને પ્લેનમાં લાગેલી આગની લપેટોમાંથી બહાર આવતો જોવામાં આવ્યો હતો. જોનાર લોકો અનુસાર આ વિમાન પહેલા રસ્તા પર પડ્યું. ત્યારપછી તે બિલ્ડીંગ સાથે અથડાયું. જગ્યા પર ગાડીઓ આવી ચૂક્યું છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

mumbai plane crash

હાલમાં આ ચાર્ટર પ્લેન યુપી સરકારનું બતાવવામાં આવી રહ્યું છે. આ વિમાન બિલ્ડીંગ સાથે અથડાયા પછી એક જોરદાર ધમાકો થયો આગની લપેટો દૂર દૂર સુધી દેખાઈ રહી હતી. આસપાસના લોકોમાં હડકંપ મચી ગયો હતો.

વિમાન બિલ્ડીંગ સાથે અથડાવવાથી બિલ્ડિંગમાં પણ આગ લાગી ગયી અને આગ આસપાસના વિસ્તારોમાં પણ ફેલાઈ ગયી. પહેલા આ વિમાન યુપી સરકારનું ગણાવવામાં આવી રહ્યું હતું. પરંતુ યુપી સરકારે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ વિમાન દુર્ઘટનામાં 5 લોકોના મરવાની ખબર આવી રહી છે. આ ભીષણ દુર્ઘટનામાં 2 પાયલોટ, 2 એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર અને એક નાગરિકના મરવાની ખબર છે. આ ઘટના પર પ્રિન્સિપાલ સેકટરી અવનિશ અવસ્થી ઘ્વારા જાણકારી આપવામાં આવી છે કે આ પ્લેન યુપી સરકારનું નથી. આ પ્લેન અલાહાબાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયા પછી તેને મુંબઈ હવાઈ એવિયેશનને વેચી દેવામાં આવ્યું હતું.

English summary
A chartered plane crashes in an open area in Mumbai's Ghatkopar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X