For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીના આ 4 વચનમાં દેખાઈ આજે આવનાર ઘોષણા પત્રની ઝલક, શું હશે ગેમચેન્જર?

રાહુલ ગાંધીના આ 4 વચનમાં દેખાઈ આજે આવનાર ઘોષણા પત્રની ઝલક

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે લોકસભા ચૂંટણી 2019 માટે ઘોષણાપત્ર જાહેર કરશે. આ દરમિયાન યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ હાજર રહેશે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો બોલ્યો છે અે સતત ચૂંટણી જીતવાનો દાવો કરી રહી છે. એવામાં કેટલાય એવા મુદ્દા છે જેના પર કોંગ્રેસ દાંવ ચાલીશકે છે અને તે ચૂંટણી માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે. રાહુલ ગાંધી સતત પોતાના ભાષણો અને ટ્વીટ્સમાં પોતાનો એજન્ડા દેશ સામે રાખી રહ્યા છે, આજે જાહેર થનાર ઘોષણાપત્રમાં આની ઝલક પણ જોવા મળી શકે છે.

ન્યાય યોજના

ન્યાય યોજના

કોંગ્રેસની ન્યાય યોજના આ ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો છે. રાહુલ ગાંધીએ હાલમાં જ પ્રેસ કોન્ફ્રેન્સ કરી તેનું એલાન કર્યું હતું, જે અંતર્ગત દેશના 20 ટકા ગરીબ લોકોને વાર્ષિક 72000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. રાહુલ મુજબ તેમનું લક્ષ્ય આમ આદમીની ન્યૂનતમ આવક 12000 રૂપિયા માસિક સુધી કરવાની છે. આ યોજનાના એલાન બાદથી તે ચર્ચામાં છે.

22 લાખ ભરતી

22 લાખ ભરતી

રાહુલ ગાંધીએ હાલમાં જ ટ્વીટ કરી એલાન કર્યું હતું કે તેમની સરકાર બનશે તો કેન્દ્રમાં ખાલી પડેલ 22 લાખ પદો પર ભરતી ચાલૂ કરશે. રાહુલ ગાંધીએ આના માટે 30 માર્ચ 2020 સુધીનું લક્ષ્ય રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં રોજગારના મુદ્દા પર પહેલા જ કેન્દ્ર સરકાર બૈકફુટ પર છે અને રાહુલ ગાંધી પણ આ મુદ્દાને જોર-શોરથી ઉઠાવી રહ્યા છે.

સ્ટાર્ટ અપ

સ્ટાર્ટ અપ

યુવા વોટર્સને લુભાવવા માટે રાહુલ ગાંધીએ સ્ટાર્ટઅપ પ્લાનને આગળ રાખ્યું છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે જો તમારી પાસે કોઈ આઈડિયા હોય તો તેના પર તમે કામ ચાલુ કરી દો, ન કોઈ એન્જલ ટેક્સ લાગશે કે ન કોઈ રેટ ટેપની સમસ્યા. આ વખતે 1 કરોડથી વધુ મતદાતા એવા છે જેઓ પહેલીવાર વોટ નાખવા જઈ રહ્યા છે, એવમાં યુવા શક્તિ માટે રાહુલનો આ પ્લાન માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે.

દાદી અને માની જેમ રાહુલ પણ ચાલ્યા દક્ષિણ તરફ, શું મળશે કોંગ્રેસને ફાયદો?દાદી અને માની જેમ રાહુલ પણ ચાલ્યા દક્ષિણ તરફ, શું મળશે કોંગ્રેસને ફાયદો?

મહિલા આરક્ષણ બિલ

મહિલા આરક્ષણ બિલ

અડધી આબાદીનું દરેક ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ લાગૂ કરવા માટે કોંગ્રેસ કેટલાય વર્ષોથી મહિલા આરક્ષણ બિલની વાત કરી રહી છે, પરંતુ આ પાસ ન થઈ શકે. હવે રાહુલ ગાંધી ચૂંટણી પહેલા ફરી એકવાર આ મુદ્દા પર આગળ વધતા જોવા મળી રહ્યા છે, સ્પષ્ટ છે કે મહિલા વોટર્સને લલચાવવા માટે કોંગ્રેસ ઘોષણાપત્રમાં તેનું એલાન કરી શકે છે. ખાસ વાત એ છે કે જેવી રતે ન્યાય યોજના અંતર્ગત પૈસા ગરીબોના ખાતામાં જશે તે ખાતાં પણ મહિલાઓનાં જ હશે.

English summary
A glimpse of the manifesto in Rahul Gandhi's 4 promises
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X