For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનના બુંદીમાં ભારે વરસાદમાં મકાન ધરાશાયી, એક જ પરિવારના 7 લોકોના મોત

બુધવારે રાજસ્થાનના બુંદીમાં વરસાદના કારણે મોટી દુર્ધટના સર્જાઈ હતી. એક મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે દટાતા સાત લોકોના મોત થયા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

બુધવારે રાજસ્થાનના બુંદીમાં વરસાદના કારણે મોટી દુર્ધટના સર્જાઈ હતી. એક મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે દટાતા સાત લોકોના મોત થયા હતા. જિલ્લા કલેક્ટર આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આજે સવારે 3 વાગ્યાની આસપાસ ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં 7 લોકો દટાયા હતા. SDRF અને સંરક્ષણ ટીમો તૈનાત કરવામાં આવી હતી. તમામ 7 લોકોના મોત થયા છે.

house collapsed

બુંદી જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના કારણે સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. જિલ્લા મથક બુંદી શહેરમાં કોલોનીઓમાં પાણી ભરાયા છે. બુધવારે સવારે કેશવરાયપાટણ નગરમાં ચંબલ ઘાટ પર એક મકાન વરસાદને કારણે તૂટી પડ્યું હતું. આ ઘટનામાં પરિવારના સાત સભ્યો દટાયા હતા. આ તમામ સાત લોકોના મોત થયા હતા.અકસ્માત બાદ વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. જિલ્લા કલેક્ટર અને એસપી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.

કેશવરાયપાટણના નાયબ પોલીસ અધિક્ષક નીતિરાજ સિંહે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે મકાન તૂટી પડવાની ઘટના મંગળવારે બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી. ઘરમાં બે ભાઈના પરિવાર રહેતા હતા. ઘટના સમયે ઘરના તમામ વ્યક્તિઓ ગાઢ નિદ્રામાં હતા. પરિવાર સુઈ રહ્યો હતો તે દરમિયાન ઘરની નજીક બનેલી નગરપાલિકાની સુરક્ષા દિવાલ ઘર પર પડી, જેના કારણે ઘર તૂટી પડ્યું. તેમણે કહ્યું કે અકસ્માતની માહિતી મળતા જ પોલીસ વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બુધવારે બપોર સુધીમાં, તમામ સાત લોકોને કાટમાળમાંથી બહાર કાવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેઓ મૃત્યુ પામ્યા હતા.

English summary
A house collapsed in heavy rains in Bundi, Rajasthan, killing 7 members of the same family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X