For Quick Alerts
For Daily Alerts
હૈદરાબાદની ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં ભિષણ આગ, 11 લોકો દાજ્યા
તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં ડ્રગ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ફેક્ટરીમાં લાગેલી આ ભીષણ આગમાં 11 લોકોના દાઝવાની સંભાવના છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તેને કાબૂમાં લેવાની શરૂઆત કરી હતી. વિંધ્યા ઓર્ગેનિકસનું આ ફાર્માસ્યુટિકલ એકમ સંગરેડ્ડી જિલ્લાના બોલ્લારામ ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હૈદરાબાદ પોલીસના જણાવ્યા મુજબ, ફેક્ટરીમાં સોલ્વેટ હતુ, અચાનક આગ લાગી. દાઝી ગયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલમાં બચાવ કાર્ય ચાલુ છે. પોલીસનું કહેવું છે કે આગને કાબૂમાં લેવામાં આવી છે. હાલ પોલીસે કારખાનામાંથી કોઈ લીકેજ થવાની સંભાવનાને નકારી છે.
જમ્મુ કાશ્મીર: બારામુલ્લામાં પોલીસ પાર્ટી પર ગ્રેનેડ હુમલો, બે નાગરિકો ઘાયલ