'પદ્માવતી' રિલીઝ થઇ તો જોહરની જ્વાળામાં ઘણું હોમાશે: કરણી સેના

Written By:
Subscribe to Oneindia News

ફિલ્મ 'પદ્માવતી' અંગેનો વિવાદ શમવાનું નામ નથી લેતો. રાજપૂત કરણી સેનાએ ફરી એકવાર ફિલ્મના પ્રદર્શન અંગે ચેતવણી આપી છે અને કહ્યું છે કે, જો આ ફિલ્મ રિલીઝ થઇ તો ઘણું બધુ હોમાશે, રોકી શકો તો રોકી લો. રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કલવીએ બુધવારે કહ્યું કે, જોહરની જ્વાળા છે, ઘણું બધું હોમાશે, રોકી શકો તો રોકી લો. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું એ દરમિયાન રાજપૂત કરણી સેનાએ ફિલ્મના સેટ પર તોડફોડ કરી હતી અને નિર્દેશક સંજય લીલા ભણસાલી સાથે હાથાપાઇ પણ કરી હતી.

Karni Sena

રાજપૂત કરણી સેનાનો આરોપ છે કે, 'પદ્માવતી' ફિલ્મમાં તથ્યો સાથે છેડછાડ થઇ છે અન તેમની માંગ છે ફિલ્મની રિલીઝ અટકાવવામાં આવે. મંગળવારે કોટાના એક મોલમાં 'પદ્માવતી' ફિલ્મની સ્ક્રિનિંગ દરમિયાન આ જ સંસ્થાના કેટલાક યુવાનો પહોંચ્યા હતા અને સ્ક્રિનિંગ અટકાવવા માટે તોડફોડ કરી હતી. બુધવારે જ આ ફિલ્મમાં પદ્માવતીનું પાત્ર ભજવનાર દીપિકા પાદુકોણે કહ્યું હતું કે, આ ફિલ્મના રિલીઝ થતા કોઇ રોકી નહીં શકે. બીજી બાજુ આ ફિલ્મ અંગેનો વિવાદ રાજસ્થાન બાદ ગુજરાત અને હવે બેંગલુરૂ સુધી પહોંચ્યો છે. દેશના વિવિધ વિસ્તારોમાં આ ફિલ્મનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

English summary
a lot wiil burn, stop if you can: Rajput Karni Sena founder, Lokendra Singh Kalvi

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.