For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રિય કેબિનેટના વિસ્તરણ પહેલા એક નવુ મંત્રાલય બનાવાયુ

કેબિનેટ વિસ્તરણ પહેલા મોદી સરકારે નવા મંત્રાલયની રચના કરી છે. સહકારથી સમૃદ્ધિના લક્ષ્ય સાથે કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલયની સ્થાપ્ના કરી છે. આ મંત્રાલય દેશમાં સહકારી આંદોલનને મજબૂત કરવા જરૂરી માળખુ પુરૂ પાડશે.

|
Google Oneindia Gujarati News

કેબિનેટ વિસ્તરણ પહેલા મોદી સરકારે નવા મંત્રાલયની રચના કરી છે. સહકારથી સમૃદ્ધિના લક્ષ્ય સાથે કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલયની સ્થાપ્ના કરી છે. આ મંત્રાલય દેશમાં સહકારી આંદોલનને મજબૂત કરવા જરૂરી માળખુ પુરૂ પાડશે.

Ministry of Cooperation

કેન્દ્ર સરકાર દ્વારા સ્થપાયેલુ આ મંત્રાલય દેશમાં સહકારી આંદોલનને મજબુત કરવા જરૂરી વહીવટી, કાનૂની અને નીતિગત સપોર્ટ પુરો પાડશે. આ મંત્રાલયની રચના કરીને મોદી સરકારે પોતાનું વચન પૂરું કર્યું છે. આ મંત્રાલય સહકારી ક્ષેત્રને જમીની સ્તર સુધી પહોંચવામાં મદદ કરશે. જેનાથી સહકારી મંડળીઓ સાથે લોકોને મજબુત રીતે જોડી શકશે.

ભારત જેવા દેશમાં સહકારી આધારીત વિકાસ મોડેલ વધારે યોગ્ય છે કારણ કે આ મોડેલમાં દરેક સભ્યની ભાગીદારી હોય છે. આ મંત્રાલય સહકારી ધોરણે વ્યાપારને સરળ બનાવશે. આ સિવાય મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ્સના વિકાસમા પણ યોગદાન આપશે.

English summary
A new ministry was formed before the expansion of the Union Cabinet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X