ઢળતી સાંજે સ્વર્ગ લોકની જેમ ઝળહળતા રામ મંદિરના ફોટો સામે આવ્યા, જુઓ ફોટો
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટન પહેલા એક પછી એક ફોટો સામે આવી રહ્યા છે. હવે સામે આવેલા ફોટોમાં રામ મંદિર સ્વર્ગ જેમ ઝળહળતું જોવા મળ્યુ.
અયોધ્યા રામ મંદિરના ઉદ્ધાટન માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ભવ્ય મંદિરના ઉદ્ઘાટન પહેલાની રાતની તસવીરો શેર કરી છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ છેલ્લા કેટલાક સમયથી સતત મંદિરની તસવીરો જાહેર કરી રહ્યું છે. સોમવારે પણ ટ્રસ્ટ દ્વારા નવા ફોટો જારી કરવામાં આવ્યા. જેમાં રાત્રે લાઇટના પ્રકાશમાં મંદિર ખૂબ જ ભવ્ય લાગી રહ્યું છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ચાર તસવીરો લોકો સામે જારી કરાઈ છે. આમાં પહેલું ચિત્ર જટાયુનું છે. વિશાલ જટાયુની પ્રતિમા પ્રકાશમાં ખૂબ જ ભવ્ય લાગી રહી છે. કુબેર તિલ પર રામ મંદિર પરિસરમાં જટાયુની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે.

બીજી તસવીર ગર્ભગૃહના પરિક્રમા માર્ગની છે. રાત્રીના અંધકારમાં ઝળહળતા આ માર્ગ દ્વારા રામ ભક્તો તેમના દેવતાની પરિક્રમા કરશે. જેમાં દિવાલો પર કરવામાં આવેલ ભવ્ય કોતરણી નજરે પડે છે. મંદિરના ભોંયતળિયે બનાવેલી ડિઝાઇન ઝળહળતા પ્રકાશમાં ભવ્ય લાગે છે.

ત્રીજી તસવીર રામ મંદિરની છતની છે. છત પર કરવામાં આવેલ અદ્ભુત કોતરણી રામ મંદિરના અલૌકિક દ્રશ્યની સુંદરતામાં વધારો કરી રહી છે. તેમાં ઉમેરવામાં આવેલી લાઇટિંગ તેને વધુ અદભૂત બનાવી રહી છે.

ચોથા ફોટોમાં આખું મંદિર બહારથી દેખાય છે. અહેવાલોનું માનીએ તો મંદિરની લાઇટિંગનું કામ પૂર્ણ થઇ ગયું છે. મંદિરની લાઇટિંગ એટલી અદભૂત છે કે રાત્રિના અંધકારમાં તે દૂરથી ભવ્ય બનાવે છે.












Click it and Unblock the Notifications
