For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની પહેલી વેક્સીન 'કોવાક્સીન'ને માનવ પરીક્ષણની મંજૂરી

આખો દેશ કોરોના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે એવામાં એક આશાનુ કિરણ દેખાયુ છે કારણકે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ વેક્સીન 'કોવાક્સીન'ને અપ્રૂવ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

આખો દેશ કોરોના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે એવામાં એક આશાનુ કિરણ દેખાયુ છે કારણકે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ વેક્સીન 'કોવાક્સીન'ને અપ્રૂવ કરી દીધી છે ત્યારબાદ કોવાક્સિન દેશની પહેલી કોવિડ-19 વેક્સીન કેન્ડીડેટ બની ગઈ છે. આને માનવ પરીક્ષણ પહેલા અને બીજા તબક્કાની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોની માનીએ તો આ વેક્સીનનો માનવ પરીક્ષણ જુલાઈથી શરૂ થઈ શકે છે.

vaccine

તમને જણાવી દઈએ કે આ વેક્સીનને ભારતીય ચિકિત્સા અનુસંધાન સંસ્થાન(આઈસીએમઆર) અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ વાયરોલૉજી(એનઆઈવી) બંને મળીને વિકસિત કર્યુ છે. આ વાયરસના સ્ટ્રેનને એનઆઈવીમાં આઈસોલેટ કરવામાં આવ્યા હતા અને ભારત બાયોટેકને મોકલવામાં આવ્યા હતા જ્યાં આ સ્વદેશી વેક્સીન તરીકે વિકસિત થઈ જેને DCGI એ અપ્રૂવ પણ કરી દીધુ છે.

અલગ અલગ ઉંમરના લોકો પર થશે ટ્રાયલ

હવે આની ટ્રાયલ અલગ અલગ ઉંમરના લોકો પર કરવામાં આવશે અને એ જાણવાની કોશિશ કરવામાં આવશે કે છેવટે આ વેક્સીન કઈ ઉંમરના લોકો પર અસર કરે છે, શું તે બધી ઉંમર માટે રિકવર છે અને આ કોરોના સંક્રમણને કઈ હદ સુધી રોકી શકે છે અને આ વેક્સીનનની સાઈડ ઈફેક્ટ શું છે, જો પરીક્ષણના બંને તબક્કા સફળ રહે તો ક્લિનિકલ પરીક્ષણનો ત્રીજો તબક્કો આ મુદ્દાના અંતમાં શરૂ થઈ શકે છે જેના માટે હજારો મનુષ્યો પર આની ટ્રાયલ થશે.

એક દિવસમમાં 418ના મોત, 18522 નવા કેસ

તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 418 લોકોના મોત થઈ ગયા ત્યારબાદ ભારતમાં સંક્રમણના કેસ વધીને 5,66,840 થઈ ગયા છે. આમાંથી 2,15,125 સક્રિય કેસ છે અને 3,34,822 લોકો રિકવર થઈ ચૂક્યા છે. વળી, અત્યાર સુધી કોરોનાથી 16,893 લોકોના જીવ જઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18522 નવા કેસ મળ્યા છે જ્યારે 13099 લોકો રિકવર પણ થયા છે. વળી, દુનિયાભરમાં કોરોનાથી 5 લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઠારઅનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઠાર

English summary
A potential COVID-19 vaccine, the first to be developed in India, has been given DCGI approval for human clinical trials.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X