Karnataka Election : કોંગ્રેસનો મોટો દાવ, કર્ણાટકમાં સરકાર બનશે તો અનામતને 75 ટકા સુધી વધારવાનો વાયદો

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ અનામતનો મુદ્દો સતત ગાજી રહ્યો છે. એક તરફ બીજેપી મુસ્લિમ અનામત ખતમ કર્યા બાદ મતોના ધ્રુવિકરણ માટે સતત મુદ્દો બનાવી રહી છે તો હવે કોંગ્રેસે મોટો દાવ ખેલતા રાજ્યમાં અનામતને 75 ટકા સુધી વધારવાની વાત કરી છે.

કર્ણાટક ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે તેમની પાર્ટી તમામ જાતિઓ માટે તેમની વસ્તીના આધારે અનામતની મર્યાદા વધારીને 75 ટકા કરવા માટે કટિબદ્ધ છે.

Karnataka Election

અહીં તમને જણાવી દઈએ કે, હાલ કર્ણાટકમાં 66 ટકા અનામત છે. આમાંથી 10 ટકા આર્થિક અનામત અને બીજી અનામત જાતિના આધારે અપાય છે. હવે કોંગ્રેસે 75 ટકા સુધી વધારવાની વાત કરી છે.

સિદ્ધારમૈયાએ કહ્યું કે, સૂચિત 17 ટકા આંતરિક અનામત વિભાજિત છે, 6 ટકા એસસી લેફ્ટ, 5.5 ટકા એસસી રાઈટ, 4.5 ટકા અસ્પૃશ્યો માટે, 1 ટકા અન્ય માટે. પરંતુ 17 ટકા વધેલી અનામત હજુ માન્ય નથી.

બીજેપી પર આકરા પ્રહારો કરતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, મુસ્લિમો માટે 4 ટકા અનામત ખતમ કરવું ખોટું છે. વોક્કાલિંગાએ તેમની વસ્તીના આધારે 12 ટકા અનામતની માંગ કરી છે, લિંગાયતો પણ 2A શ્રેણીમાં અનામતની માંગ કરી રહ્યા છે. પરંતુ આની અવગણના કરીને સરકારે મુસ્લિમો માટે આરક્ષણ ખતમ કરી દીધું.

બીજી તરફ સિદ્ધારમૈયાના નિવેદન પર બીજેપીએ પલટવાર કરતા કહ્યું કે, કોંગ્રેસ આવી બાબતોને લાગુ નહી કરી શકે, પાર્ટી ખરાબ રીતે હારી રહી છે. અગાઉ રાજનાથ સિંહે કહ્યું હતું કે કોંગ્રેસ ધર્મનો ઉપયોગ કરીને સત્તામાં આવી છે. રાજનાથ સિંહે મુસ્લિમોને 4 ટકા અનામત આપવા પર પ્રહારો કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X