Coronavirus: 6 ફૂટનુ અંતર સોશિયલ ડિસ્ટંસીંગ માટે પૂરતુ નથી! ડરાવનાર ખુલાસો!!

જો તમને કોઈ એમ કહે કે આ અંતર વાયરસને ફેલાતો રોકવા માટે બહુ જ ઓછુ છે તો તમે શું કરશો. હા, એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.

કોરોના વાયરસના ઈન્ફેક્શનથી બચવા માટે સોશિયલ ડિસ્ટંસીંગ પર ઘણુ વધુ જોર આપવામાં આવી રહ્યુ છે. કહેવાય છે કે તમે કમસે કમ 6 ફૂટનુ અંતર જાળવીને રાખો. પરંતુ જો તમને કોઈ એમ કહે કે આ અંતર વાયરસને ફેલાતો રોકવા માટે બહુ જ ઓછુ છે તો તમે શું કરશો. હા, એક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે આપણે સોશિયલ ડિસ્ટંસીંગના નામ પર જેટલુ અંતર રાખી રહ્યા છે, તે પૂરતુ નથી અને આટલુ ઓછુ સોશિયલ ડિસ્ટંસીંગ નોવલ કોરોના વાયરસથી રક્ષા માટે પૂરતુ નથી. આ રિસર્ચ જર્નલ ફિઝિક્સ ઑફ ફ્લુડ્ઝમાં પ્રકાશિત થયુ છે.

માત્ર 6 ફૂટનુ સોશિયલ ડિસ્ટંસીંગ પૂરતુ નથીઃ રિસર્ચ

માત્ર 6 ફૂટનુ સોશિયલ ડિસ્ટંસીંગ પૂરતુ નથીઃ રિસર્ચ

કોરોના વાયરસના ઈન્ફેક્શનને રોકવા માટે ઓછામાં ઓછુ 6 ફૂટના સોશિયલ ડિસ્ટંસીંગ રાખવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ એક નવા રિસર્ચમાં એ સાબિત થયુ છે કે આ અંતર સંક્રમણને અટકાવવા માટે પૂરતુ નથી અને જો કોઈ નોવલ કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિએ ખાંસી દીધુ કે તેને છીંક આવી ગઈ તો તેના મોઢામાંતી નીકળેલ સંક્રમિત લાળના ટીંપા બહુ વધુ અંતર સુધીના લોકોને ઈન્ફેક્ટ કરી શકે છે. કુલ મળીને નવા રિસર્ચમાં એ વાત કહેવામાં આવી છે કે આપણે 6 ફૂટનુ સોશિયલ ડિસ્ટંસીંગ કરીને નિશ્ચિંત ન થવુ જોઈ અને આટલાથી ઈન્ફેક્શનને રોકવુ પૂરતુ નથી કારણે રિસર્ચમાં જોવા મળ્યુ છે કે હવાના કણોમાં પણ આ ઘણે દૂર સુધી ઉભેલા વ્યક્તિ સુધી અમુક જ ક્ષણોમાં પહોંચી શકે છે.

ધીમી હવામાં પણ 18 ફૂટ દૂર સુધી પહોંચી શકે છે ડ્રૉપલેટ

ધીમી હવામાં પણ 18 ફૂટ દૂર સુધી પહોંચી શકે છે ડ્રૉપલેટ

નવા રિસર્ચમાં જોવા મળ્યુ છે કે જો કોઈ સંક્રમિત વ્યક્તિને હળવી ખાંસી હોય અને હવાની ગતિ ખૂબ જ ધીમી હોય તો પણ તેના મોઢોમાંથી નીકળેલી લાળના ટીંપા 18 ફૂટ સુધી પહોંચી શકે છે. જર્નલ ફિઝિક્સ ઑફ ફ્લુડ્ઝમાં પબ્લિશ થયેલા આ સ્ટડીમાં જણાવવામાં આવ્યુ છે કે 4 કિલોમીટર પ્રતિ કલાકની ગતિવાળી હવામાં પણ લાળના ટીંપા માત્ર 5 સેકન્ડમાં 18 ફૂટ સુધી પહોંચી શકે છે. સાઈપ્રસના યુનિવર્સિટી ઑપ નિકોસિયાના વૈજ્ઞાનિક પણ આ શોધનો હિસ્સો રહ્યા છે. આ સ્ટડીા સહ-લેખક દિમિત્રિસ દકાકિસે કહ્યુ છે, ડ્રૉપલેટ વિવિધ કદોના મોટા અને બાળકોને પણ પ્રભાવિત કરશે. પરંતુ શોધકર્તાઓનુ કહેવુ છે કે સલાઈવના ટીંપા જ્યાં સુધી પહોંચે તેની સીમામાં આવતા મોટા અને બાળકોને આનાથી સંક્રમિત થવાનો ખતરો વધુ છે.

મેથેમેટિકલ મૉડલિંગ પર આધારિત છે રિસર્ચ

મેથેમેટિકલ મૉડલિંગ પર આધારિત છે રિસર્ચ

જો કે રિસર્ચ કરનારાઓએ એ પણ કહ્યુ છે કે હવામાં લાળના ટીંપા કેવી રીતે વધશે એ ઘણી વાતો પર નિર્ભર કરશે. જેમ કે, ટીપાંનો આકાર, તેમની સંખ્યા અને હવામાં હાજર ભેજ અને તેમનુ તાપમા. આના માટે વૈજ્ઞાનિકોએ કમ્પ્યુટર પર એક ખાંસતા વ્યક્તિના મોઢામાંથી નીકળેલ ડ્રૉપલેટના હવામાં વ્યવહારનુ અધ્યયન કર્યુ છે. આ અધ્યયન માટે અનુસંધાનકર્તાઓએ 1008 નકલી લાળના ટીંપાનુ વિશ્લેષણ કર્યુ છે અને આના 37 લાખ સમીકરણોથી નીકળેલા સવાલોના ઉકેલ શોધ્યા છે. કુલ મળીને આ રિસર્ચ મેથેમેટિકલ મૉડલિંગ અને કમ્પ્યુટર સિમુલેશન પર આધારિત છે.

બંધ રૂમ અને એસીમાં લાળની મૂવમેન્ટ પર રિસર્ચ થવાનુ છે

બંધ રૂમ અને એસીમાં લાળની મૂવમેન્ટ પર રિસર્ચ થવાનુ છે

જો કે શોધકર્તાઓનુ કહેવુ છે કે હજુ સપાટીની તાપમાનની હવામાં હાજર લાળ પર શું અસર થાય છે તેના પર આગળનુ રિસર્ચ બાકી છે. તેમનુ એ પણ કહેવુ છે કે બંધ રૂમમાં ખાસ કરીને એર કન્ડીશનમાં હવામાં તત્વોની મૂવમેન્ટમાં બહુ વધુ ફેરફાર હોઈ શકે છે. પરંતુ કુલ મળીને આ રિસર્ચ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણકે તે સોશિયલ ડિસ્ટંસીંગની વર્તમાન ગાઈડલાઈન્સ વિશે ચિંતા પેદા કરી રહ્યુ છે જેમાં 6 ફૂટના અંતરની સલાહ આપવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X