For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પતિથી અલગ રહેતી મહિલા બીજું બાળક ઈચ્છે છે, પહોંચી કોર્ટ

પોતાની તરફથી એક દુર્લભ બાબતમાં તલાક માટે કેસ લડી રહેલી 35 વર્ષીય મહિલાએ તેનાથી અલગ રહેતા પતિ પાસેથી બીજા બાળકને જન્મ આપવા માટે પારિવારિક અદાલતનો દરવાજો ખટખટાટ્યો છે.

|
Google Oneindia Gujarati News

પોતાની તરફથી એક દુર્લભ બાબતમાં તલાક માટે કેસ લડી રહેલી 35 વર્ષીય મહિલાએ તેનાથી અલગ રહેતા પતિ પાસેથી બીજા બાળકને જન્મ આપવા માટે પારિવારિક અદાલતનો દરવાજો ખટખટાટ્યો છે. મહિલાનું કહેવું છે કે તેની માતા બનવાની ઉંમરના અંત પહેલા, તેનાથી અલગ રહેતા પતિ સાથે અથવા તો લગ્ન સંબંધ પુનઃસ્થાપીત કરીને અથવા ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન દ્વારા ગર્ભ ધારણ કરવા માટે પરવાનગી આપવામાં આવે. માહિતી મુજબ, મુંબઈની એક ફેમિલી કોર્ટની સામે મહિલાએ અરજી દાખલ કરી હતી કે, તે પોતાની માતા બનવાની ઉંમરના અંત પહેલા બીજા બાળકને જન્મ આપવા ઇચ્છે છે.

child

તેના માટે તે પોતાના પતિ પાસેથી બાળક ઈચ્છે છે જેની સાથે તલાકનો કેસ અદાલતમાં ચાલે છે. કોર્ટ દ્વારા તેની અરજીને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને પ્રજનન અધિકારોને એક વ્યક્તિના આધારભૂત નાગરિક અધિકાર માનતા વહેલી તકે મેરેજ કાઉન્સેલરને મળવા અને આગામી એક મહિનામાં આઇવીએફ માટે અપૉઇન્ટમેન્ટ લેવા માટે કહેવામાં આવ્યું છે. જો કે, પતિએ આ અરજીનો વિરોધ કર્યો અને તેને સામાજિક નિયમોની વિરુદ્ધમાં કરાર આપ્યો. તેમ છતાં, કાયદા મુજબ, કોર્ટ દ્વારા મહિલાની તરફેણમાં નિર્ણય લેતા, બંનેને તબીબી સલાહ લેવાની સૂચના આપવામાં આવીછે. ડોક્ટર્સને મળ્યા પછી ડોક્ટરોઓએ બંનેના માતાપિતા બનવાની સંભાવનાઓની એક ગુપ્ત રીપોર્ટ કોર્ટની સામે રજૂ કરવાની રહેશે.

પતિની સહમતી ખૂબ જ મહત્વપૂર્ણ

જજ સ્વાતિ ચૌહાણે કહ્યં , 'બાળકના પ્રજનન અથવા વંશના વિકાસમાં માત્ર કાયદા અથવા કાયદાકીય પ્રક્રિયાથી હલ કરી શકાય છે.... પ્રજનનના મુદ્દાને ક્લિનીકલી હલ કરવો પડશે .' તેમણે કહ્યું કે આઇવીએફ નિષ્ણાત ડૉક્ટરને મળ્યા પછી તે ડૉક્ટર એક ગોપનીય અહેવાલ પછી કોર્ટને આપશે. જોકે પતિની આ સંપૂર્ણ પ્રક્રિયામાં સંમતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: લગ્નની વચ્ચે પહોંચી વરરાજાની પ્રેમિકા, તેના પગે પડી ગઈ અને કહ્યું...

જણાવી દઈએ કે પતિ અને પત્ની બન્ને કામ કરે છે અને તેમને એક બાળક પહેલાથી જ છે. મુંબઇમાં રહેતા પતિએ વર્ષ 2017 માં તલાક માટે અરજી દાખલ કરી હતી. તો પત્નીએ પણ નાંદેદની અદાલતનો દરવાજો ખટખટાવ્યો છે. આ વચ્ચે વર્ષ 2018 માં પત્નીએ બીજા બાળક માટે અરજી દાખલ કરી હતી. પત્નીએ કહ્યું કે બીજું બાળક વૃદ્ધા અવસ્થા માટે જરૂરી છે.

English summary
A woman living separately from her husband wants another child, reached the court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X