મહારાષ્ટ્રઃ વિશેષ સત્ર પહેલા બાપ્પાના દ્વારે પહોંચ્યા આદિત્ય ઠાકરે, જુઓ Pics
નવી વિધાનસભાના પહેલા સત્ર પહેલા બુધવારે સવારે શિવસેના યુવરાજ આદિત્ય ઠાકરે સિદ્ધિવિનાયક મંદિર દર્શન કરવા પહોંચ્યા જ્યાં તેમણે બાપ્પા સામે માથુ ટેકવ્યુ અને ઘર પરિવાર અને રાજ્યવાસીઓની સલામતી માટે પ્રાર્થના કરી. તમને જણાવી દઈએ કે 80 કલાકના રાજકીય ઘટનાક્રમ બાદ છેવટે મહારાષ્ટ્રમાં રાજકીય નાટક થમ્યુ અને હવે રાજ્યમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીની સરકાર બનવા જઈ રહી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે.
આ પહેલા સમાચાર હતા કે ઉદ્ધવ ઠાકરે 1 ડિસેમ્બરે શપથ લેશે. કોંગ્રેસ નેતા બાલા સાહેબ થોરાટે મંગળવારે મોડી રાતે કહ્યુ કે ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરે શિવાજી પાર્કમાં સીએમ પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારંભ સાંજે 6.40 વાગે થશે. ઉદ્ધવ ઠાકરેએ 3 ડિસેમ્બર સુધી વિધાનસભામાં પોતાની સરકારનો બહુમત સાબિત કરવાનો હશે એટલે કે ઉદ્ધવ ઠાકરેને બહુમત સાબિત કરવા માટે સાત દિવસનો સમય મળ્યો છે.
Mumbai: Shiv Sena leader Aaditya Thackeray offers prayers at Siddhivinayak Temple, ahead of the first session of new assembly today. From 8.00 am onwards, oath will be administered to the MLAs in the assembly. #Maharashtra pic.twitter.com/drMVjqOGIy
— ANI (@ANI) 27 November 2019
આ પણ વાંચોઃ મોડી રાતે મહાવિકાસ અઘાડી નેતાઓ રાજ્યપાલને મળ્યા, શપથની નવી તારીખ આવી સામે