‘આપ’ના લોકસભાના ઉમેદવાર સવિતા ભટ્ટીએ પરત કરી ટીકીટ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 માર્ચઃ આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પસંદગીને લઇને થઇ રહેલી બબાલ વચ્ચે રવિવારે ચંદીગઢથી ‘આપ'ના લોકસભા ઉમેદવાર સવિતા ભટ્ટીએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. સૂત્રોની વાત માનીએ ઉમેદવારી પરત લેવા પાછળ પાર્ટીમાં ચાલી રહેલી જૂથબાજી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ પહેલા પાર્ટી કાર્યકર્તાઓ સવિતા સાથે તાલમેલ નહીં બેસાડી શકવાની ફરિયાદ કરી હતી. હાસ્ય કલાકાર જસપાલ ભટ્ટીની વિધવા સવિતાએ દિલ્હી સ્થિત આપ કાર્યલાયને ઇ મેઇલ મોકલીને કહ્યું કે તે સામાન્ય ચૂંટણી લડવામાં રૂચિ ધરાવતા નથી. તેમણે પોતાના નિર્ણય પાછળનુ કારણ જણાવ્યું નથી.

savita-bhatti
પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે, તે નારાજ હતા કારણ કે તેમની ઉમેદવારીની જાહેરાત બાદ તેમને સ્થાનિક સ્તરે આપ કાર્યકર્તાઓનો પૂરતો સહયોગ મળી રહ્યો નહોતો. 52 વર્ષીય સવિતાએ રવિવારે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો, જ્યાં કેટલાક સ્થાનિક આપ નેતાઓએ તેમનાથી અંતર કરી લીધું હતું. આપ પ્રવક્તા રાજીવ ગોદરા અને સવિતા ભટ્ટીની પ્રતિક્રિયા મળી રહી નથી. બીજી તરફ આજે અરવિંદ કેજરીવાલના કૌશાંબી સ્થિત ઘરે આમ આદમી પાર્ટીના સંસ્થાપક સભ્ય ગણાવતા બે લોકો દ્વારા ધમાલ મચાવવામાં આવી હતી. આ ધમાલ એ સમયે થઇ જ્યારે અરવિંદ કેજરીવાલ મિશન યુપી હેઠળ મથૂરામાં રેલી સંબોધિત કરવા નિકળ્યા હતા.

જાણકારી અનુસાર આ બન્નેનુ નામ રાજેશ ગુપ્તા અને અશ્વિની ચૌધરી છે. આ લોકોએ કેજરીવાલના ઘર પર તેમણે ઘેરો ડાલ્યો અને તેમને 11 પ્રશ્નો જવાબ આપવાની માંગ કરવા લાગ્યા, પરંતુ કેજરીવાલ તેમણે પ્રશ્નોના જવાબ આપ્યા વગર જ ત્યાંથી નિકળી પડ્યાં. ત્યાર બાદ આ લોકોએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીના ઘરે જોરદાર હંગામો કર્યો અને તેમણે આપત્તિજનક ભાષાનો પ્રયોગ કર્યો. આ કાર્યકર્તાઓએ પાર્ટીના નેતા આશુતોષ, યોગેન્દ્ર યાદવની ટીકીટ આપવામાં ગોટાળો કર્યાનો આરોપ પણ લગાવ્યો. નોંધનીય છે કે, આ પહેલા પણ કેજરીવાલ અને પાર્ટીએ ના અન્ય નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે.

English summary
Chandigarh Aam Aadmi Party candidate Savita Bhatti on Sunday shot off an email to the AAP office in Delhi saying that she was not interested in contesting the Lok Sabha elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X