'આપ' ના નેતાએ કરી 25 લાખની લૂંટ..!

Written By:
Subscribe to Oneindia News

દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી ના નેતા નજીબની ધરપકડ કરી છે. આપ પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ નજીબની 25 લાખની લૂંટ ના મામલે ધરપકડ કરવામાં આવી છે. આ 25 વર્ષીય નેતા પર બંદૂકની અણીએ એક વ્યક્તિ પાસેથી 25 લાખ રૂપિયાની લૂંટવાનો આરોપ છે.

aap leader

પોલીસે નજીબ પાસેથી લૂંટની મોટાભાગની રકમ જપ્ત કરી લીધી છે. પોલીસને તેની પાસેથી એક વગર લાયસન્સની પિસ્તોલ તથા એક ચોરીની બાઇક અને સાથે 6 લાખ રૂપિયા પણ મળી આવ્યા હતા. નજીબે પોલીસ સામે 20થી વધુ લૂંટની ઘટનાઓમાં સંડોવાયેલા હોવાની વાત સ્વીકારી હતી.

પોલીસ અનુસાર 12 માર્ચના રોજ નજીબે પોતાના મિત્રો સાથે મળીને દિલ્હીના મૌજપુર વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટ દરમિયાન તેમણે ગોળીબાર પણ કર્યો હતો, જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. લૂંટ બાદ ત્યાં હાજર લોકો આ ગેંગમાંથી એક વ્યક્તિને પકડવામાં સફળ થયા હતા, જેના નિવેદનના આધારે જ પોલીસે આપ પાર્ટીના નેતાની ધરપકડ કરી હતી.

અહીં વાંચો - બસપા નેતા મોહમ્મદ શમીની ગોળી મારીને હત્યા

પોલીસને ફુરકાન નામના આરોપીએ આપ નેતા નજીબનું નામ આપ્યું હતું. પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર ફુરકાન અનેક ગુનાઓમાં વોન્ટેડ આરોપી હતો તથા તે જ આ ગેંગ ચલાવી રહ્યો હતો. ફુરકાનના નિવેદન બાદ પોલીસે જૉની, ફૈઝલ, નાવેદ અને તેના ભાઇ નજીબની ધરપકડ કરી છે.

English summary
AAP leader najeeb arrested in 25 lac robbery case in Delhi.
Please Wait while comments are loading...