For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખીમપુરઃ સંજય સિંહે શેર કર્યો વીડિયો, કહ્યુ - મંત્રીના દીકરાએ ખેડૂતો પર ચડાવી ગાડી, શું હજુ પણ સાબિતી જોઈએ?

મંત્રીના દીકરાએ ખેડૂતો પર ગાડી ચડાવી તે ઘટના સાથે જોડાયેલ નવો વીડિયો આપ નેતા સંજય સિંહે ટ્વિટ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ યુપીના લખીમપુર ખીરી જિલ્લામાં રવિવારે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાની કારે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને કચડી નાખ્યા. જેમાં 4 ખેડૂતોના મોત થઈ ગયા. વળી, ત્યારબાદ ભડકેલી હિંસામાં 4 લોકો માર્યા ગયા. આ ઘટના સાથે જોડાયેલ નવો વીડિયો આપ નેતા સંજય સિંહે ટ્વિટ કર્યો છે. જેમાં દેખાઈ રહ્યુ છે કે કેવી રીતે એક કાર આવીને ખેડૂતોના પ્રદર્શનમાં ઘૂસી અને તેમને કચડીને જતી રહી.

lakhimpur

સંજય સિંહે વીડિયો ટ્વિટ કરીને લખ્યુ કે શું ત્યારબાદ પણ કોઈ પુરાવા જોઈએ? જુઓ સત્તાના અહંકારમાં ચૂર ગુંડાએ ખેડૂતોને પોતાની ગાડી નીચે કેવી રીતે કચડીને મારી દીધા. અમુક ચેનલ જ્ઞાન આપી રહી હતી કે મંત્રીનો દીકરો જીવ બચાવવા માટે ભાગ્યો. તેમના દ્વારા ટ્વિટ કરવામાં આવેલા વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે ખેડૂતો રસ્તા પર જઈ રહ્યા છે. એટલામાં પાછળથી એક તેજ ગતિએ જીપ આવીને ખેડૂતોને કચડીને જતી રહે છે.

વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે કાર એટલી તેજ હોય છે કે ખેડૂત હવામાં ઉછળીને આમ-તેમ પડે છે. ગાડી આગળ જઈને અનિયંત્રિત થઈ જાય છે. વળી, વીડિયોમાં રસ્તાના કિનારે ઘણા લોકો ઘાયલ અવસ્થામાં પડેલા દેખાઈ રહ્યા છે. ત્યારબાદ પાછળથી વધુ એક ગાડી આવતી દેખાય છે. અચાનક થયેલા આ હુમલાના કારણે ઘટના સ્થળે અફડા-તફડી મચી જાય છે. કોંગ્રેસ પાર્ટીના ઘણા નેતાઓએ પણ આ વીડિયો શેર કર્યો છે.

વાસ્તવમાં રવિવારે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સુધી નક્કી કાર્યક્રમ હેઠળ લખીમપુર ખીરીના પ્રવાસે હતા. તેમને રિસીવ કરવા માટે ગાડીઓ જઈ રહી હતી. આ ગાડીઓ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના દીકરા આશિષ મિશ્રાની જણાવવામાં આવી રહી છે. રસ્તામાં તિકુનિયા વિસ્તારમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ. આરોપ છે કે આશિષ મિશ્રાએ ખેડૂતો પર ગાડી ચડાવી દીધી જેનાથી 4 લોકોના મોત થઈ ગયા. ખેડૂતોના મોત બાદ મામલો વધી ગયો અને હિંસા ભડકી ગઈ. હિંસામાં ભાજપ નેતાના ડ્રાઈવર સહિત ચાર લોકોના મોત થઈ ગયા. કુલ મળીને આ હિંસા અત્યાર સુધી 8 લોકોના મોત થઈ ચૂક્યા છે.

English summary
AAP leader sanjay singh tweet new video of lakhimpur kheri violence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X