'આપ'નું અભિયાન: 26 જાન્યુઆરી સુધી બનાવશે એક કરોડ સભ્યો

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 10 જાન્યુઆરી: આમ આદમી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે સભ્યપદ અભિયાન શરૂ કરી દીધું છે, જે અંતર્ગત 26 જાન્યુઆરી સુધી પાર્ટીએ એક કરોડ લોકોને પોતાની પાર્ટી સાથે જોડવાનું લક્ષ્ય રાખ્યું છે.

પાર્ટીએ આ અભિયાનનું નામ 'મે ભી હું આમ આદમી' એવું રાખ્યું છે. જેમાં 07798220033 પર એસએમએસ અથવા મિસ કોલ કરીને, આપની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવીને, પાર્ટીની સભ્યપદ માટેની શિબિરમાં રજીસ્ટ્રેશન કરાવી, ફોર્મ ભરીને મતદાતા ઓળખ પત્રની નકલ બીડીને સભ્ય બની શકો છો.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે હવેથી કોઇ પણ આપના સભ્ય બનવા માટે કોઇ પણ ફીસ આપવી પડશે નહીં.

aap
કેજરીવાલે જણાવ્યું કે તેમનું 26 જાન્યુઆરી સુધી એક કરોડ સભ્યો બનાવવાનું લક્ષ્ય છે. હજી સુધી પાર્ટીને ત્રણ લાખ સભ્યોની અરજી મળી ચૂકી છે. અહે સભ્યપદ મફતમાં આપવામાં આવી રહી છે, જ્યારે પહેલા તેના માટે દસ રૂપિયા આપવા પડતા હતા. રાજનૈતિક પટલ પર આપના ઉદયથી આશા સેવવામાં આવી રહી છે કે આનાથી ભાજપને નુકસાન થઇ શકે છે, એવામાં ભાજપે પણ પોતાની નીતિયોમાં ફેરફાર કરવાની શરૂઆત કરી દીધી છે.

જોકે મોદીની રેલિયોમાં ભારે ભીડ આવવાનું ચાલુ છે, તેમ છતાં લોકસભા ચૂંટણીમાં હજી ત્રણ મહીનાનો સમય બાકી છે અને ત્યાં સુધી આપ મોટા ફર્ક પેદા કરી શકે છે અને ભાજપનો ખેલ બગાડી શકે છે.

English summary
Aam Admi Party has targeted to make 1 crore members through its membership programme. Now, there is no membership fee to join the party.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.