For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપ ધારાસભ્ય સોમદત્તને કોર્ટે સંભળાવી 6 મહિનાની સજા, જાણો સમગ્ર મામલો

દિલ્લીના સદર વિસ્તારથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમદત્તને દિલ્લીની રાઉસ એવન્યુ કોર્ટે 6 મહિનાની સજા સંભળાવી છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીના સદર વિસ્તારથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમદત્તને દિલ્લીની રાઉસ એવન્યુ કોર્ટે 6 મહિનાની સજા સંભળાવી છે. વર્ષ 2015માં દિલ્લી વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન મારપીટ કેસમાં તેમને દોષી ગણીને કોર્ટે સજા સંભળાવી. કોર્ટે તેમને 6 મહિનાની સજા સંભળાવવા સાથે સાથે તેમના પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ધારાસભ્યએ એક મહિનાની અંદર જમા કરાવવાની રહેશે.

somdutt

સોમવારે દિલ્લીની કોર્ટે તેમને દોષી ગણાવ્યા હતા અને સજા માટે 4 જુલાઈની તારીખ નક્કી કરી હતી. આપ ધારાસભ્ય સોમદત્તને આઈપીસીની કલમ 325 (જાણીજોઈને ગંભીર ઈજા પહોંચાડવા) ના આરોપમાં દોષી માનવામાં આવ્યા. ધારાસભ્યની બધી દલીલો કોર્ટે ફગાવી દીધી.

શું છે મામલો

ઉલ્લેખનીય છે કે દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન સોમદત્ત અને 50 વ્યક્તિઓને ગુલાબ બાગ જઈને સંજીવ રાણાના ઘરની સતત ઘંટડી વગાડી હતી. ત્યારબાદ જ્યારે સંજીવ રાણાએ આ વાતનો વિરોધ કર્યો તો ધારાસભ્યના સમર્થકોએ તેમની સાથે મારપીટ કરી. પિટાઈના કારણે સંજીવ રાણાના પગમાં ફ્રેક્ચર આવી ગયુ હતુ. સોમદત્તે સુનાવણી દરમિયાન સંજીવ રાણાની એમએલસી રિપોર્ટ અને એક્સ-રે રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા હતા અને એફઆઈઆર નોંધવામાં કલાકોનો વિલંબ અને પિટાઈમાં ઉપયોગમાં લેવાયેલ બેઝબૉલ બેટ ન મળવાને છોડી મૂકવા માટેની અપીલ કરી હતી. કોર્ટે ધારાસભ્યની બધી દલીલો ફગાવી દીધી હતી.

આ પણ વાંચોઃ કાળિયાર શિકાર કેસઃ કોર્ટની સલમાનને ફટકાર, કહી જામીન ફગાવવાની વાતઆ પણ વાંચોઃ કાળિયાર શિકાર કેસઃ કોર્ટની સલમાનને ફટકાર, કહી જામીન ફગાવવાની વાત

English summary
AAP MLA Somdutt sentenced six month jail by delhi court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X