For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'યુપી વિધાનસભા ચૂંટણીવાળી ફૉર્મ્યુલા ઈંધણની કિંમતો પર લાગુ', AAP સંસદે ભાજપ પર લગાવ્યા આ આરોપ

આમ આદમી પાર્ટી(AAP)ના નેતા સંજય સિંહએ ઈંધણની વધતી કિંમતોને લઈને ભાજપ પર કટાક્ષ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટી(AAP)ના નેતા સંજય સિંહએ ઈંધણની વધતી કિંમતોને લઈને ભાજપ પર કટાક્ષ કર્યો છે. ભાજપના 80-20ના ગણિતની આપ સાંસદ સંજય સિહે પોતાની રીતે વ્યાખ્યા કરી છે. આને લઈને ભાજપ પર તેમણે જનતાને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો છે. આપ નેતાએ આગળ કહ્યુ કે ભાજપ મોંઘવારીના મુદ્દે બહુ નબળા તર્ક રજૂ કરે છે.

sanjay singh

એમસીડી એકીકરણ બિલ પર ચર્ચા કરીને આમ આદમી પાર્ટીના સાંસદ સંજયે કહ્યુ કે આ બિલ ભારત અને બંધારણની આત્માને ઉલઝાવનારુ બિલ છે. આના પર રાજ્ય સરકાર અને વિધાનસભાને નગરપાલિકામાં ચૂંટણી કરાવવાનો અધિકાર છે. આપ સાંસદે બંધારણનો હવાલો આપીને કહ્યુ કે નગરપાલિકાઓમાં આ અંગે કાયદો બનાવવાનો હક છે. જ્યારે આ ગેરબંધારણીય બિલ સંસદમાં પાસ કરવામાં આવી રહ્યુ છે. સંજય સિંહે કહ્યુ કે ભાજપે એ માની લેવુ જોઈએ કે તેને દિલ્લીમાં અરવિંદ કેજરીવાલથી ડર લાગે છે. એમસીડી એકીકરણ બિલનો લોકસભામાં વિરોધ કરવામાં આવ્યો હતો અને રાજ્યસભામાં પણ એનો વિરોધ કરવામાં આવશે. આ રાજ્યોા અધિકારીને છીનવવાનુ તાનાશાહી વલણ બિલકુલ પસંદ કરવામાં નહિ આવે.

આપ નેતાએ કહ્યુ કે પ્રધાનમંત્રીએ આના પર સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ. લોકતંત્રમાં મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા થવી જોઈએ. સત્યને દેશ સામે રાખવુ જોઈએ પરંતુ આવુ નથી કરવામાં આવી રહ્યુ. આ દરમિયાન મોંઘવારી મુદ્દે આપ સાંસદ સંજયે સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યુ કે ઈંધણની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. ક્યાંક એવુ તો નથી ભાજપે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન 80-20ની વાત કહી હતી તે હવે સતત 20 દિવસો સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતો 80 પૈસા વધારીને પૂરી કરવામાં આવી રહી છે.

ભાજપ ઉત્તર પ્રદેશમાં આખી ચૂંટણી દરમિયાન એ જ કહેતી રહી કે અમે 80-20 પર ચૂંટણી લડી રહ્યા છે. આપ નેતાએ કહ્યુ કે સત્ય તો એ છે કે એ 20 દિવસ સુધી 80 પૈસા ઈંધણના ભાવોમાં વૃદ્ધિ કરવાની વાત કરતા રહ્યા. સંજય સિંહે સવાલ કર્યો કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઓછા હતા તો ભારતમાં ઈંધણના ભાવ ઘટ્યા નહિ. વળી, ચૂંટણી દરમિયાન જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા પરંતુ ઈંધણના ભાવ વધારવામાં આવ્યા નહિ. ચૂંટણી ખતમ થતા જ ઈંધણના ભાવોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.

English summary
AAP MP Sanjay Singh allegation on BJP up assembly elections formula applied on fuel prices
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X