અમેઠીમાં કુમાર વિશ્વાસ પર કોંગ્રેસી કાર્યકર્તાઓનો હુમલો

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

અમેઠી, 15 માર્ચ: અમેઠી લોકસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુમાર વિશ્વાસે આરોપ લગાવ્યો છે કે શુક્રવારે કુમરૌલી પોલીસ મથકના સિન્દુરવા ગામ નજીક એક ચૂંટણી સભાને સંબોધિત કરવા માટે જતી વખતે કોંગ્રેસ પાર્ટીના હથિયારબંધ કાર્યકર્તાઓને તેમના સમર્થકો પર હુમલો કરી દિધો અને તેમના વાહને નુકસાન પહોંચાડ્યું હતું.

અમેઠીમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ તથા વર્તમાન સાંસદ રાહુલ ગાંધીને પડકાર ફેંકવા માટે મેદાનમાં ઉતરેલા કુમાર વિશ્વાસ કહ્યું હતું કે 'હું મારા સમર્થકો સાથે એક ચૂંટણી રેલીને સંબોધિત કરવા માટે જઇ રહ્યો હતો કે રસ્તામાં 2--25 કોંગ્રેસી કાર્યકર્તાઓએ તેમના અને તેમના સમર્થકો પર લાકડીઓ વડે હુમલો કરી દિધો. હુમલામાં લગભગ 15 જેટલા આપ કાર્યકર્તાઓને ઇજા પહોંચી હોવાનો દાવો કરતાં કુમાર વિશ્વાસે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસી કાર્યકર્તાઓએ તેમની પાર્ટીની બે-ત્રણ મહિલા કાર્યકર્તાઓ સાથે છેડતી પણ કરી હતી.

rahul-vishwas

તેમણે કહ્યું હતું કે કોંગ્રેસી કાર્યકર્તાઓને પથ્થરમારો પણ કર્યો હતો, જેમાં તેમના ત્રણ વાહનોને નુકસાન પહોંચ્યું છે. આ અંગે સંપર્ક કરવામાં આવતાં જિલ્લા પોલીસ અધિક્ષક હીરાલાલે કહ્યું હતું કે સંબંધિત પોલીસ મથકમાં આ મુદ્દે જાણકારી મળી છે અને ઘટનાની તપાસ માટે એક પોલીસ ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે આ કેસની તપાસ બાદ જે પણ આ ઘટનામાં સંડોવાયેલ હશે તેમના વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

English summary
Aam Aadmi Party leader Kumar Vishwas was on Friday allegedly attacked by a group of 15-20 people during his jhaadu yatra in Singoli village of Amethi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X