‘આપ’ની વેબસાઇટમાં કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો!
નવી દિલ્હી, 11 માર્ચઃ હાલ આમ આદમી પાર્ટીનો સારો સમય નથી જણાઇ રહ્યો. એક પછી એક પાર્ટી નવા નવા વિવાદોમાં ફંસાઇ રહી છે. નવો એક મામલો ‘આપ'ની વેબસાઇટને લઇને પ્રકાશમાં આવ્યો છે. આમ આદમી પાર્ટીની વેબસાઇટ પર ભારતના અભિન્ન અંગ કાશ્મીરને પાકિસ્તાનમાં દર્શાવવામા આવ્યો છે. આપ પાર્ટીના ડોનેશન પેજ પર ભારતના નક્શામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ભારતમાં દર્શાવવામાં આવ્યું નહોતું. તેને પાકિસ્તાનમાં દર્શાવાયું છે. ‘આપ'ની વેબસાઇટ પર આ વિવાદિત નક્શાને લઇને ટ્વિટર પર લોકો તેની ખુબ ઠેકડી ઉડાડી રહ્યાં છે. પરિસ્થિતિનો તાગ મેળવીને આમ આદમી પાર્ટીએ તુંરત આ નક્શાને વેબસાઇટ પરથી હટાવી લીધો છે.

નોંધનીય છે કે આમ આદમી પાર્ટીને મળનારા ડોનેશનની યાદી www.aaptrends.com પર ઉપલબ્ધ હોય છે. આ સાઇટ પર જો તમને એ માહિતી જોઇએ છે કે કયા દેશે કેટલું ડોનેશન આપ્યું તો એ માટે દેશોના હિસાબ ટ્રેડ જોવા માટે By Country બટન પર ક્લિક કરતા જ આખા વિશ્વનો નક્શો આવી જતો હતો.
જો કે વિવાદ બાદ એ નક્શાને પણ હટાવી દેવામાં આવ્યો છે, પરંતુ તેમાં ભારતના ભાગ પર ક્લિક કરતા જ ત્યાં વિવાદિત નક્શો આવી જતો હતો, જે હટાવી દેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીની અધિકૃત વેબસાઇટ http://www.aamaadmiparty.org/ પર પણ આ નકશો છે, પરંતુ તે હવે હટી ગયો છે.












Click it and Unblock the Notifications
