પંજાબમાં પ્રચંડ જીત મેળવનાર આપને ગોવામાં કેટલી સીટો મળી, કેજરીવાલે જણાવ્યુ

પંજાબમાં પ્રચંડ જીત મેળવનાર આપને ગોવામાં કેટલી સીટો મળી.

પણજીઃ આજે દેશના સૌથી નાના રાજ્ય ગોવામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા. જ્યાં સૌથી વધુ સીટો ભાજપને મળી અને આ સાથે જ તેમની સરકાર બનવાનુ નક્કી થઈ ગયુ. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી. આ ઉપરાંત આ વખતે મમતા બેનર્જીની ટીએમસી અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી(આપ)એ પણ પૂરી તાકાત લગાવી દીધી હતી. કોંગ્રેસ સાથે જ અહીં ગોવા ફૉરવર્ડ પાર્ટી અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી પણ પહેલા જ મેદાનમાં હતી.

Arvind Kejriwal

રાષ્ટ્રીય સ્તરની પાર્ટી ભાજપના પૂરજોશના પ્રયાસો છતાં ગોવામાં આમ આદમી પાર્ટીએ સીટો કબ્જે કરી. હા, આમ આદમી પાર્ટીના 2 ઉમેદવાર ચૂંટણી જીતી ગયા છે. આ વાત અરવિંદ કેજરીવાલે ખુદ કહી છે. કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યુ કે, 'આપે ગોવામાં 2 સીટો જીતી છે. હું ચૂંટણી જીતનારા પોતાના ઉમેદવારો કેપ્ટન વેંજી અને ઈઆર. ક્રૂઝને શુભકામનાઓ આપુ છુ. આ ગોવામાં ઈમાનદાર રાજનીતિની શરુઆત છે.'

આજે બપોર સુધીના વલણોમાં ભાજપ 40માંથી 18 સીટો પર આગળ ચાલી રહી હતી, ગોવામાં બહુમતનો આંકડો 21 છે. ભાજપનો દાવો છે કે સરકાર તેમની બની રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X