કેજરીવાલને હટાવો 'આપ'માં 'વિશ્વાસ' લાવો

પાર્ટી કાર્યકર્તા કેજરીવાલને સ્થાને કુમાર વિશ્વાસને પાર્ટીના સંયોજક બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. કેજરીવાલથી નારાજ કાર્યકર્તાઓએ દિલ્હીમાં મહત્વની બેઠક કરી અને આ માંગની સાથે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાનો પ્લાન પણ તૈયાર કર્યો છે.
કુમાર વિશ્વાસ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની વિરુધ્ધ ચૂંટણી લડી રહ્યા છે. આવામાં તેમને આશા હતી કે કેજરીવાલ આ હાઇપ્રોફાઇલ બેઠક પર પ્રચાર કરવા જરૂર આવશે, પરંતુ આવું બન્યું નહીં. કુમાર વિશ્વાસનું કહેવું છે કે કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે દરેક સ્થળે ગયા પરંતુ અમેઠીમાં એક વાર પણ જવાનો તેમને સમય મળ્યો નહીં. કુમારનું કહેવું છે કે તેઓ પહેલા વ્યક્તિ છે જેમણે કેજરીવાલનું સમર્થન કર્યું અને તેમના માટે વોટ માંગ્યા.
જોકે કુમાર વિશ્વાસે આ અંગે એક ચેનલના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે 'બની શકે છે કે કેજરીવાલ મને સક્ષમ સમજીને અમેઠીમાં પ્રચાર કરવા નહીં આવ્યા હોય, તેમને મારી પર વિશ્વાસ છે કે વિશ્વાસ એકલો જ જીતીને આવે તેમ છે.'












Click it and Unblock the Notifications
