For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભવિષ્યમાં ઈ-પાસ તરીકે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ થઈ શકે

ભવિષ્યમાં ઈ-પાસ તરીકે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ થઈ શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોનાના વધતા મામલાને જોતા કેન્દ્ર સરકારે કોરોનાથી બચવા માટે આરોગ્ય સેતુ એપ લૉન્ચ કરી છે. આ એપ મોદી સરકારે તમિલનાડુ સરકાર સાથે મળીને લૉન્ચ કરી છે. જે લોકોને કોરોના સામેની જંગમાં મદદ કરશે. માનવામાં આવી રહ્યું છે કે લૉકડાઉન દરમિયાન ઈ-પાસ તરીકે આ એપનો ઉપયોગ થઈ શકે છે.

એક અઠવાડિયામાં 2 કરોડ લોકોએ ડાઉનલોડ કરી

એક અઠવાડિયામાં 2 કરોડ લોકોએ ડાઉનલોડ કરી

જણાવી દઈએ કે માત્ર એક અઠવાડિયામાં આરોગ્ય સેતુ એપને અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી લીધી છે. આરોગ્ય સેતુ ioS અને એન્ડ્રોઈડ વર્ઝનમાં લૉન્ચ થઈ છે. આરોગ્ય સેતુ એક કોરોના ટ્રેકર એપ છે જે સંદિગ્ધ વિસ્તારમાં યૂઝરને આવતાજતારોકેછે. આ લોકેશ આધારિત કોરોના વાયરસ ટ્રેકર એપ છે. એકવાર મિસ્ડ કૉલ આપી તમારા સ્થળની ઓળખ કર્યા બાદ આ સક્રિય થઈ જાય છે. જેના પર તમારે સહાયતા, સ્વાસ્થ્ય દેખભાળ અને માર્ગદર્શનના બધા વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

ઈ-પાસ તરીકે આરોગ્ય સેતુનો ઉપયોગ થઈ શકે છે

ઈ-પાસ તરીકે આરોગ્ય સેતુનો ઉપયોગ થઈ શકે છે

આરોગ્યસેતુએપને લઈ પીએમ મોદીએકહ્યુંકે કોરોના વિરુદ્ધ ભારતની લડાઈમાં આરોગ્ય સેતુ એપ એક જરૂરી હથિયાર છે. તેમણે કહ્યું કે આ એપનો ઉપયોગ ક્યાંક આવવા જવા માટે ઈ-પાસ તરીકે થશે. પીએમ મોદીએ આરોગ્ય સેતુ એપને વધુમાં વધુ સંખ્યામાં ડાઉનલોડ કરવાની અપીલ કરી છે.

આવી રીતે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરી શકાય

આવી રીતે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરી શકાય

કોરોનાવાયરસને માત આપવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે આરોગ્ય સેતુ નામની મોબાઈલ એપ્લીકેશન લૉન્ચ કરી છે. આ એપ એન્ડ્રોઈડનાસાથે જ આઈઓએસ ડિવાઈસ માટે પણઉપલબ્ધ છે. આરોગ્ય સેતુ એપને તમે ફ્રીમાં ગૂગલ પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. આ એપમાં મોબાઈલ નંબર અટેચ કરવો પડશે. જે બાદ આ એપ તમારા લોકેશનના આધારે કોરોનાથી ખતરા પ્રત્યે તમને સચેત કરશે. આ એપમાં સેલ્ફ અસેસમેન્ટ ટેસ્ટ ફીચર પણ છે જેની મદદથી તમે લક્ષણ જણાવી કોરોના વાયરસથી સંક્રમણના જોખમ વિશે પતો લગાવી શકો છો.

ડૉક્ટર પાસે જવાની જરૂર છે કે નહિ એપ જણાવશે

ડૉક્ટર પાસે જવાની જરૂર છે કે નહિ એપ જણાવશે

આ એપ મતારા દ્વારા જણાવવામાં આવેલ લક્ષણના આધારે એમ પણ જણાવશે કે તમારે ટેસ્ટ કરાવવાની અને ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂરત છે કે નહિ. એપમાં કોરોનાને લઈ જાહેર કરવામા આવેલ તમામ રાજ્ય અને સેન્ટ્રલ હેલ્પલાઈન નંબર્સ પણ આપેલા છે.

આ માટે ફરજિયાત કરી શકે છે સરકાર

આ માટે ફરજિયાત કરી શકે છે સરકાર

સૂત્રો મુજબ જો રેલવે યાત્રા શર થાય છે તો સફર કરનારાઓ માટે આ એપ ડાઉનલોડ કરવી ફજિયાત કરવામાં આવી શકે છે. એપ દ્વારા સરકાર કોન્ટેક્ટ ટ્રેસિંગ કરશે. એપ પર બ્લૂટૂથ દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ થશે. એપ દ્વારા મોબાઈલ નંબરની મેપિંગ કરવામાં આવશે. કેટલાય રાજ્યોએ આ એપ ડાઉનલોડ કરવાના નિર્દેશ આપ્યા છે.

લૉકડાઉન 2.0: પીએમ મોદીએ કરી આ જાહેરાતો, 3 મે સુધી ઘરમાં જ રહેવું પડશેલૉકડાઉન 2.0: પીએમ મોદીએ કરી આ જાહેરાતો, 3 મે સુધી ઘરમાં જ રહેવું પડશે

English summary
In view of the Corona virus crisis, the Government of India launched the Arogya Setu app in the past, it is believed that in the future this app can be used like e-pass.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X