For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરૂષિ મર્ડર કેસ: તલવાર દંપતિને ઉંમરકેદની સજા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાજિયાબાદ, 26 નવેમ્બર: પોતાની પુત્રી આરૂષિ અને નોકર હેમરાજની હત્યાના કેસમાં દોષી ગણવામાં આવેલા તલવાર દંપતીને ઉંમરકેદ કે ફાંસી આ અંગેનું એલાન આજે બપોરે 2 વાગે થવાનું હતું, પરંતુ કોર્ટની કાર્યવાહી હજુ સુધી શરૂ થઇ શકી નથી. આરૂષિના માતા-પિતા કોર્ટ પહોંચી ચૂક્યા છે.

Update

- સીબીઆઇએ ફાંસીની સજાની માંગણી કરી હતી પરંતુ બચાવપક્ષની દલીલને સ્વિકારતાં ઉંમરકેસની સજા સંભળાવી હતી.

- આઇપીસી કલમ 302 હેઠ:અ રાજેશ તથા નૂપુર તલવારને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી છે. 203 હેઠળ રાજેશ તલવારને એક વર્ષની સજા. કલમ 201 હેઠળ બંનેને પાંચ વર્ષની સજા. સાથે જ કોર્ટે બંનેને 25-25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

- ગાજિયાબાદની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે આરૂષિ-હેમરાજ હત્યાકાંડમાં રાજેશ તથા નૂપુર તલવારને ઉંમરકેદની સજા સંભળાવી છે. કોર્ટે બંનેને દંડ પણ ફટકાર્યો છે. સજા સંભળાવ્યા બાદ રાજેશ તથા નૂપુર તલવારને ડાસના જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

સીબીઆઇની સ્પેશિયલ કોર્ટ થોડીવારમાં જ સજાની જાહેરાત કરી દેશે. ડાસના જેલમાં અલગ અલગ બેરકમાં બંધ નૂપુર તલવારની તબીયત અચાનક બગડી ગઇ છે. ત્યાં તેમનું બ્લ્ડ પ્રેશર વધી ગયું છે. ડોક્ટરોએ તેમને 3 કલાક આરામ કરવાની સલાહ આપી છે.

જેલ અધિકારીના જણાવ્યા અનુસાર બંને પતિ-પત્ની રાતે જમ્યા ન હત અને બંને સતત રડતા રહ્યાં હતા. બંને વારંવાર એમ કહી રહ્યાં હતા કે તે બંને નિર્દોષ છે અને તે પોતાની પુત્રીને ખૂબ પ્રેમ કરતા હતા એટલા માટે તે પોતાની પુત્રીને કેવી રીતે મારી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે દેશના સૌથી મોટી મિસ્ટ્રી આરૂષિ-હેમરાજ કેસમાં સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે આરૂષિના માતા-પિતા રાજેશ-નૂપુર તલાવારને દોષી ગણાવ્યા છે સીબીઆઇની સ્પેશિયલ કોર્ટના જજ શ્યામલાલે પોતાના ચૂકાદામાં તલવાર દંપતિને શેતાન કહ્યા જેમને 'પોતાના જ સંતાનની હત્યા કરી દિધી.'

English summary
A day after holding them guilty of Aarushi-Hemraj's murder, a special CBI court, Tuesday, likely pronounce the sentence to be handed over to the parents - Rajesh and Nupur Talwar. The maximum punishment is death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X