તલવાર દંપતિએ જ કરી છે આરુષિની હત્યા: CBI

સીબીઆઇના એસપી એજી કૌલે કોર્ટને જણાવ્યું કે રાજેશ અને નૂપુર તલવારે બંનેની હત્યા કરી નાખી કારણ કે તેમના ફ્લેટમાં બહારથી કોઇ ન્હોતું આવ્યું. કૌલે કોર્ટને એ પણ જણાવ્યું કે ફ્લેટમાં દાખલ થવા અને નીકળવા માત્ર એક દરવાજો છે.
આ પહેલા 9 એપ્રિલની સુનવણી દરમિયાન ગુજરાત ફોરેન્સિક સાઇન્સ યુનિવર્સિટીના એક અધિકારીઓ જણાવ્યું હતું કે હત્યામાં સંભવત: ગોલ્ફ સ્ટિક અને સર્જિકલ ચાકૂનો પણ ઉપયોગ કરાયો હતો. અધિકારીઓ પણ જણાવ્યું કે તલવાર દંપતિને છોડીને અન્ય કોઇએ આ હત્યાને અંજામ નહીં આપ્યો હોય.
ફોરેંસિક અધિકારી ડોક્ટર મોહિન્દર સિંહ દહિયાએ દાવો કર્યો કે બંનેની હત્યા આરુષિના બેડરૂમમાં થઇ હતી. દહિયા જેને સીબીઆઇએ રિપોર્ટ તૈયાર કરવા માટે કહ્યું છે, તેમના જણાવ્યા અનુસાર 'તપાસ બાદ મને લાગે છે કે આ હત્યા પાછળ કોઇ બહારની વ્યક્તિનો હાથ હોઇ શકે નહીં.'












Click it and Unblock the Notifications
