For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહરુખ ખાનને મળવા આવેલ પાકિસ્તાન નાગરિક અબ્દુલ્લાને કરાયો મુક્ત

બુધવારે ભારતે પાકિસ્તાનના નાગરિક અબ્દુલ્લાને મુક્ત કરી દીધો છે. અબ્દુલ્લા વર્ષ 2017માં અટારી બોર્ડર પાર કરીને ભારત પહોંચ્યો હતો.

|
Google Oneindia Gujarati News

બુધવારે ભારતે પાકિસ્તાનના નાગરિક અબ્દુલ્લાને મુક્ત કરી દીધો છે. અબ્દુલ્લા વર્ષ 2017માં અટારી બોર્ડર પાર કરીને ભારત પહોંચ્યો હતો. ભારતે હાલમાં જ પાકિસ્તાનના કરાંચીના રહેવાસી મોહમ્મદ ઈમરાન વારસીને જેલમાંથી મુક્ત કર્યો છે જે વર્ષ 2008થી સજા કાપી રહ્યો હતો. થોડા દિવસો પહેલા પાકિસ્તાને પણ ભારતના નાગરિક હામિદ અનસારીને મુક્ત કર્યો છે. છ વર્ષોથી પેશાવરની સેન્ટ્રલ જેલમાં બંધ હામિદ મુંબઈના રહેવાસી છે અને પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે પાકિસ્તાન ગયા હતા.

abdulla

ફરીથી આવશે અબ્દુલ્લા ભારત

બુધવારે મુક્ત થયેલા અબ્દુલ્લા વર્ષ 2017માં જ્યારે ભારત આવ્યા હતા તો તેમનો હેતુ ના તો ગર્લફ્રેન્ડ હતો કે ના લગ્ન કરવાનો હતો પરંતુ બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન હતા. શાહરુખની દિવાનગીએ અબ્દુલ્લાને બોર્ડર પાર કરવા માટે મજબૂર કરી દીધા. મુક્ત થયા બાદ જ્યારે અબ્દુલ્લાએ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા તો તેમણે કહ્યુ, 'હું અટારી બોર્ડર પાર કરીને ભારત આવ્યો હતો. મારુ બાળપણથી જ સપનુ હતુ કે હું ભારત આવીને શાહરુખ ખાનને મળુ. મારુ સપનુ પૂરુ ના થયુ અને હું ફરીથી ભારત આવીશ.'


English summary
Abdullah, a Pakistani national who crossed over in 2017, being released by the Indian authorities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X