For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નશામાં ધૂત અભિજીત સાથે બોલાચાલી થતા માએ ગુસ્સામાં દબાવી દીધુ ગળુ

ઉત્તરપ્રદેશના વિધાન પરિષદના ચેરમેન રમેશ યાદવના પુત્ર અભિજીત યાદવની હત્યા મામલે મા મીરા યાદવની ધરપકડ કરી લેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના વિધાન પરિષદના ચેરમેન રમેશ યાદવના પુત્ર અભિજીત યાદવની હત્યા મામલે મા મીરા યાદવની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલિસનું કહેવુ છે કે મા એ પોતાનો ગુનો કબૂલી લીધો છે કે તેણે જ પોતાના પુત્ર અભિજીતની હત્યા કરી છે. ઉલ્લેખનીય છે કે અભિજીત યાદવનું શબ શંકાસ્પદ સ્થિતિમાં રવિવારે હજરતગંજ સ્થિત નિવાસ પર મળી આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ CBI નો ઝઘડોઃ અસ્થાનાએ મોકલી વર્માના ભ્રષ્ટાચારની યાદી, સીબીઆઈએ કર્યો પોતાના ડાયરેક્ટરનો બચાવઆ પણ વાંચોઃ CBI નો ઝઘડોઃ અસ્થાનાએ મોકલી વર્માના ભ્રષ્ટાચારની યાદી, સીબીઆઈએ કર્યો પોતાના ડાયરેક્ટરનો બચાવ

મા એ કબૂલ્યો પોતાનો ગુનો

મા એ કબૂલ્યો પોતાનો ગુનો

અભિજીત યાદવની હત્યા મામલે લખનઉના એસપી પૂર્વી સર્વેશ મિશ્રાએ જણાવ્યુ, ‘પૂછપરછ દરમિયાન મૃતકની મા એ કબૂલ્યુ છે કે અભિજીત ઘટનાવાળી રાતે શરાબના નશામાં ઘરે પહોંચ્યો હતો અને તેની બોલાચાલી થઈ ગઈ હતી. ત્યારબાદ મીરા યાદવે ઘટનાને અંજામ આપ્યો હતો. પોલિસે મીરા યાદવની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ કરી રહી છે.'

પરિવારે સ્વાભાવિક મોત ગણાવ્યુ હતુ

પરિવારે સ્વાભાવિક મોત ગણાવ્યુ હતુ

એસપી પૂર્વી સર્વેશ મિશ્રાએ કહ્યુ કે જ્યારે પોલિસ ઘરે પહોંચી તો અભિજીતના ઘરવાળાએ આને સ્વાભાવિક મોત ગણાવ્યુ હતુ અને તે કોઈ તપાસ કરાવવા માંગતા નહોતા. શંકા થયા બાદ પોલિસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ ત્યારબાદ સામે આવ્યુ કે આ હત્યાનો મામલો છે. તમને જણાવી દઈએ કે રિપોર્ટમાં અભિજીતની મોતનું કારણ ગળુ દબાવવાનું જણાવવામાં આવ્યુ છે.

મા મીરા યાદવની પોલિસે કરી ધરપકડ

મા મીરા યાદવની પોલિસે કરી ધરપકડ

ગળુ દબાવીને હત્યા કરાયાની પુષ્ટિ થયા બાદ પોલિસ આ ગુત્થીને ઉકેલવામાં લાગી ગઈ હતી. જ્યારે આ મામલે પરિવારનું કહેવુ હતુ કે અભિજીતની છાતીમાં દુઃખાવો થયા બાદ તેનું મોત થયુ અને તે સમયે મા અને ભાઈ રૂમમાં જ હાજર હતા. વળી, મોતના કારણની જાણ થયા બાદ પોલિસને મા મીરા યાદવ પર શક હતો અને સવારે જ મીરા યાદવની ધરપકડ પણ કરી લેવામાં આવી.

આ પણ વાંચોઃ Amritsar Train Accident: નજરે જોનારાએ ટ્રેન ડ્રાઈવરને કહ્યો જૂઠ્ઠોઆ પણ વાંચોઃ Amritsar Train Accident: નજરે જોનારાએ ટ્રેન ડ્રાઈવરને કહ્યો જૂઠ્ઠો

English summary
abhijeet yadav death case: mother confessed that she committed the crime says sp east lucknow police
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X