For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીરચક્રનુ મહત્વ, ક્યારે આનાથી સમ્માનિત થાય છે સૈનિક

જાણો એવુ શું છે આ ચક્રોમાં અને દેશનો દરેક સૈનિક કેમ આને મેળવવાના સપના જોઈને દેશસેવા માટે સેનામાં જાય છે.

|
Google Oneindia Gujarati News

વિંગ કમાંડર અભિનંદન વર્તમાને 27 ફેબ્રુઆરીના રોજ બહાદૂરીપૂર્વક દુશ્મન દેશ પાકિસ્તાનના ફાઈટર જેટ એફ-16 જેટને તોડી પાડ્યુ. વિંગ કમાંડર તરફથી કરવામાં આવેલી કાર્યવાહી બાદ હવે તેમને આજે એટલે કે 15 ઓગસ્ટના રોજ વીર ચક્રથી સમ્માનિત કરવામાં આવશે. માત્ર ચાર અક્ષરથી લખેલ વીર ચક્ર બોલવામાં અને લખવામાં બહુ સરળ છે પરંતુ તેને મેળવવો બહુ મુશ્કેલ છે. માત્ર વીર ચક્ર જ કેમ પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, શૌર્ય ચક્ર હોય કે પછી કીર્તિ ચક્ર જ્યારે કોઈ સૈનિકને આનાથી સમ્માનિત કરવાનો નિર્ણય સરકાર તરફથી કરવામાં આવે છે તો તે એ સૈનિક નહિ પરંતુ આખા યુનિટ અને આખી સેનાનું સમ્માન બની જાય છે. જાણો એવુ શું છે આ ચક્રોમાં અને દેશનો દરેક સૈનિક કેમ આને મેળવવાના સપના જોઈને દેશસેવા માટે સેનામાં જાય છે.

પરમવીર ચક્ર

પરમવીર ચક્ર

પરમવીર ચક્ર ભારતનું સર્વોચ્ચ શૌર્ય સૈન્ય પુરસ્કાર છે અને આ પુરસ્કાર દુશ્મનોની ઉપસ્થિતિમાં ઉચ્ચકોટિની શૂરવીરતા અને બલિદાન માટે આપવામાં આવે છે. મોટાભાગે આ સમ્માન મરણોપરાંત આપવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના 26 જાન્યુઆરી, 1950ના રોજ એ સમયે કરવામાં આવી જ્યારે ભારતને પ્રજાસત્તાક રાજ્ય ઘોષિત કરવામાં આવ્યુ હતુ. ભારતીય સેનાના કોઈ પણ અંગના અધિકારી કે જવાન આ પુરસ્કારની પાત્રતા મેળવી શકે છે. આ દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન બાદ સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર સમજવામાં આવે છે. આ દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન બાદ સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર સમજવામાં આવે છે. પરમવીર ચક્ર મેળવનાર શૂરવીરોમાં સૂબેદાર મેજર વીર બન્ના સિંહજી જ એકમાત્ર એવા વ્યક્તિ ગતા જે કારગિલ યુદ્ધ સુધી જીવિત હતા.

મહાવીર ચક્ર

મહાવીર ચક્ર

મહાવીર ચક્ર ભારતના યુદ્ધના સમયે વીરતાનું પદક છે. આ સમ્માન સૈનિકો અને અસૈનિકોને અસાધારણ વીરતા કે પ્રગટ શૂરવીરતા કે બલિદાન માટે આપવામાં આવે છે. આ મરણોપરાંત પણ આપવામાં આવી શકે છે. ક્રમ મુજબ તે પરમવીર ચક્ર બાદ આવે છે. આ સાથે લાગેલી રિબિન અડધી સફેદ અને અડધી નારંગી રંગની હોય છે.

આ પણ વાંચોઃ Live: ધારા 370 હટાવ્યા પછી સરદાર પટેલનું સપનું પૂરું થયું: પીએમ મોદીઆ પણ વાંચોઃ Live: ધારા 370 હટાવ્યા પછી સરદાર પટેલનું સપનું પૂરું થયું: પીએમ મોદી

વીર ચક્ર

વીર ચક્ર

વીર ચક્ર ભારતના યુદ્ધના સમયે વીરતાનું પદક છે. આ સમ્માન સૈનિકોના અસાધારણ વીરતા કે બલિદાન માટે આપવામાં આવે છે. આ મરણોપરાંત પણ આપવામાં આવી શકે છે. આ પુરસ્કારની સ્થાપના 26 જાન્યુઆરી, 1950ના રોજ થઈ હતી. વિંગ કમાંડર અભિનંદન પહેલા આ પુરસ્કાર વર્ષ 2000માં કારગિલ વૉર સમયે ઑપરેશન વિજયમાં વીરતા દર્શાવનાર હવાલદાર ચુન્ની લાલને આપવામાં આવ્યુ હતુ.

કીર્તિ ચક્ર

કીર્તિ ચક્ર

કીર્તિ ચક્ર ભારતના શાંતિ સમયના વીરતાનું પદક છે. આ સમ્માન સૈનિકો અને અસૈનિકોને અસાધારણ વીરતા કે પ્રગટ શૂરવીરતા કે બલિદાન માટે આપવામાં આવે છે. આ મરણોપરાંત પણ આપવામાં આવી શકે છે. ક્રમ અનુસાર તે મહાવીર ચક્ર બાદ આવે છે. આ સમ્માનની સ્થાપના 4 જાન્યુઆરી, 1952ના રોજ થઈ હતી. 198 બહાદૂરોને આ પુરસ્કાર મરણોપરાંત આપવામાં આવ્યો છે. પુરસ્કાર વાયુસેના અને નૌસેના અધિકારીઓ અને જવાનો ઉપરાંત ટેરિટોરિયલ આર્મી અને સામાન્ય નાગરિકોને પણ આપવામાં આવે છે. ઉરી આતંકી હુમલા બાદ સર્જીકલ સ્ટ્રાઈકને લીડ કરનાર મેજર રોહિત સૂરી કીર્તિ ચક્ર પુરસ્કૃત સૈનિક છે. આ વર્ષે આ પુરસ્કાર સીઆરપીએફના ડેપ્યુટી કમાંડન્ટ હર્ષપાલ સિંહ અને સેનાના જવાન મહાર રેજીમેન્ટના પ્રકાશ જાધવને મરણોપરાંત આ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે.

અશોક ચક્ર

અશોક ચક્ર

અશોક ચક્ર ભારતના શાંતિ સમયનું સૌથી સર્વોચ્ચ વીરતા પદક છે. આ સમ્માન સૈનિકો અને અસૈનિકોને અસાધારણ વીરતા, શૂરવીરતા કે બલિદાન માટે આપવામાં આવે છે. આ મરણોપરાંત પણ આપવામાં આવી શકે છે. અશોક ચક્ર રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. અશોક ચક્ર પદક સમ્માન સેનાના જવાન, સામાન્ય નાગરિકને જીવિત કે મરણોપરાંત આપવામાં આવે છે. 1947માં આઝાદી બાદથી અત્યાર સુધી 67 લોકોને અશોક ચક્ર સમ્માન આપવામાં આવ્યા છે. આ સમ્માનની સ્થાપના 4 જાન્યુઆરી, 1952ના રોજ થઈ હતી. વર્ષ 1987માં આ પુરસ્કાર પાકિસ્તાનમાં હાઈજેક સંકટનો સામનો કરનારી એરહોસ્ટેસ નીરજા ભનોટને આપવામાં આવ્યો હતો.

શૌર્ય ચક્ર

શૌર્ય ચક્ર

શૌર્ય ચક્ર ભારતના શાંતિના સમયનું વીરતા પદક છે. ક્રમ અનુસાર તે કીર્તિ ચક્ર બાદ આવે છે. આ સમ્માન સૈનિકો અને અસૈનિકોને શાંતિ કાળના સમયે અસાધારણ વીરતા કે પ્રગટ શૂરવીરતા કે બલિદાન માટે આપવામાં આવે છે. આ મરણોપરાંત પણ આપવામાં આવી શકે છે. આ પુરસ્કારની સ્થાપના 4 જાન્યુઆરી, 1952માં થઈ હતી. શાંતિ કાળમાં અપાતો આ પુરસ્કાર વીર ચક્રને સમકક્ષ જ સમજવામાં આવે છે.

English summary
Wing Commander Abhinandan Varthaman conferred with Vir Chakra here you should know about all the chakras.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X