For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સી વોટર સર્વેઃ મણિપુરમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોવા મળી શકે છે કાંટાની ટક્કર, જાણો કોની બનશે સરકાર

ચૂંટણી પહેલા એબીપી ન્યૂઝ સી વોટરના સર્વેમાં દેખાઈ રહ્યુ છે કે મણિપુરમાં મુકાબલો કાંટાનો થઈ શકે છે. જાણો શું કહે છે સર્વે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પાંચ રાજ્યોમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોના એલાન સાથે જ ચૂંટણી બ્યૂગલ વાગી ચૂક્યુ છે. પાંચ રાજ્યોમાં એકમાત્ર ઉત્તર રાજ્ય છે મણિપુર જ્યાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે વોટિંગ થશે. મણિપુરમાં અત્યારે ભાજપની સરકાર છે. એવામાં ભાજપ સામે યુપી, ઉત્તરાખંડ અને ગોવા સાથે-સાથે મણિપુરમાં સત્તામાં વાપસી કરવાનો પડકાર છે. જો કે ચૂંટણી પહેલા એબીપી ન્યૂઝ સી વોટરના સર્વેમાં દેખાઈ રહ્યુ છે કે મણિપુરમાં મુકાબલો કાંટાનો થઈ શકે છે.

survey

એબીપી ન્યૂઝ સી વોટરના સર્વે મુજબ મણિપુરમાં 60 વિધાનસભા સીટો પર યોજાનાર ચૂંટણીમાં ભાજપને 23-27 સીટો મળવાનુ અનુમાન છે. વળી, કોંગ્રેસને 22-26 સીટો મળવાનુ અનુમાન છે. મણિપુરની સ્થાનિક પાર્ટી એનપીએફને 2-6 સીટો મળી શકે છે. વળી, અન્યના ખાતામાં 5-9 સીટો જઈ શકે છે. વાત કરીએ વોટ ટકાની તો ભાજપને 35 ટકા વોટ શેર મળી શકે છે. વળી, કોંગ્રેસને 33 ટકા વોટ મળવાનુ અનુમાન છે. એનપીએફને 11 જ્યારે અન્યને 21 ટકા વોટ મળી શકે છે.

English summary
AbP News c Voter surveyછ Congress and BJP tough contest in Assembly election 2022.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X