For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ABP Opinion Poll: દિલ્હીમાં ફરી આવશે કેજરીવાલ સરકાર, સર્વેમાં ખુલાસો

ABP Opinion Poll: દિલ્હીમાં ફરી આવશે કેજરીવાલ સરકાર, સર્વેમાં ખુલાસો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સોમવારે ચૂંટણી પંચે દિલ્હીની વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કરી દીધું. 8 ફેબ્રુઆરીએ વૉટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ આવશે. આ દરમિયાન ABP ન્યૂઝે સીવોટર સાથે મળીને સર્વે કર્યો છે. ABP ન્યૂજ સીવોટરના સર્વે મુજબ આમ આદમી પાર્ટી એખવાર ફરી દિલ્હીમાં સૌથી પાર્ટી બનીને ઉભરી આવી છે અને તેઓ બીજીવાર સરકાર બનાવી શકે છે. અહીં જાણો આખો ઓપીનિયન પોલ.

આમ આદમી પાર્ટીને 59 સીટ મળી શકે છે

આમ આદમી પાર્ટીને 59 સીટ મળી શકે છે

એબીપી ન્યૂઝ-સીવોટર સર્વે મુજબ કુલ 70માંથી આમ આદમી પાર્ટીને 59 સીટ મળી શકે છે. એટલે કે તેમને આઠ સીટોનું નુકસાન થઈ શકે છે. ભાજપ આ વખતેની વિધાનસભા ચૂંટણીમાં આઠ સીટ જીતી શકે છે. એટલે કે ભાજપને પાંચ સીટનો ફાયદો થશે. જ્યારે કોંગ્રેસ ત્રણ સીટ જ જીતી રહી છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પાછલી ચૂંટણીમાં 67 સીટ પર જીત હાંસલ કરી હતી.

કોંગ્રેસના વોટ શેરમાં વધારો થઈ શકે

કોંગ્રેસના વોટ શેરમાં વધારો થઈ શકે

સર્વે મુજબ 2020 ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 53 ટકા અને ભાજપને 26 ટકાનો વોટ શેર મળી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસને 5 ટકા વોટ શેર મળી શકે છે તથા અન્યના ખાતામાં 16 ટકા વોટ શેર જઈ શકે છે. 2015ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, ભાજપને 32 ટકા અને કોંગ્રેસને 10 ટવા વોટ મળ્યા હતા. સી વોટરના આ સર્વેમાં 13076 લોકો સાથે વાતચીત કરવામાં આવી છે.

કેજરીવાલ લોકોની પહેલી પસંદ

કેજરીવાલ લોકોની પહેલી પસંદ

રીઝનના હિસાબે સેન્ટ્રલ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 17, ભાજપને 2 અને કોંગ્રેસને 1 સીટ મળી શકે છે. આઉટર દિલ્હીમાં આપને 26, ભાજપને ત્રણ અને કોંગ્રેસને 1 સીટ મળી શકે છે. યમુના પાર રીઝનમાં આપને 16, ભાજપને ત્રણ અને કોંગ્રેસને એક સીટ મળી શકે છે. સર્વેમાં સીએમ પદ માટે અરવિંદ કેજરીવાલ પરંતુ પીએમ પદ માટે નરેન્દ્ર મોદી દિલ્હીના લોકોની પહેલી પસંદ છે.

56 ટકા લોકો માટે વિકાસ સૌથી મોટો મુદ્દો

56 ટકા લોકો માટે વિકાસ સૌથી મોટો મુદ્દો

ચૂંટણી મુદ્દાઓ પર જ્યારે દિલ્હીના લોકોનું મંતવ્ય લેવામાં આવ્યું તો 65 ટકા લોકો માટે વિકા, 31 ટકા લોકો માટે અર્થવ્યવસ્થા, 6 ટકા લોકો માટે સુરક્ષા અને 7 ટકા લોકો માટે અન્ય મુદ્દા મહત્વના છે. સર્વેમાં જ્યારે સીએમ પદની પસંદ પૂછવામાં આવી તો 70 ટકા લોકોએ અરવિંદ કેજરીવાલને પોતાના સીએમ તરીકે પહેલી પસંદ તરીકે ચૂંટ્યા. 11 ટકાએ હર્ષવર્ધન, 7 ટકા લોકોએ અજય માકન અને 1 ટકા લોકોએ મનોજ તિવારીને પોતાની સીએમ પસંદ ગણાવી.

દિલ્લી વિધાનસભા ચૂંટણીની તારીખનુ એલાન, જાણો ક્યારે શું થશેદિલ્લી વિધાનસભા ચૂંટણીની તારીખનુ એલાન, જાણો ક્યારે શું થશે

English summary
ABP Opinion Poll: arvind kejariwal is first choice as CM of Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X