For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓપિનિયન પોલઃ એમપીમાં કોંગ્રેસ પાર કરી શકે છે બહુમતનો આંકડો

આવતા વર્ષે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ચૂંટણી પહેલા એબીપી ન્યૂઝે સી વોટર સાથે મળીને 2019 નો સર્વે કર્યો છે.

|
Google Oneindia Gujarati News

આવતા વર્ષે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ચૂંટણી પહેલા એબીપી ન્યૂઝે સી વોટર સાથે મળીને 2019 નો સર્વે કર્યો છે. આ ઓપિનિયન પોલમાં જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. મધ્યપ્રદેશશના ઓપિનિયન પોલના આંકડા ભાજપની ચિંતા વધારી શકે છે. તો બીજી તરફ કોંગ્રેસ માટે સારા સમાચાર આવ્યા છે. આવો એબીપી ન્યૂઝ અને સી વોટરના આ ઓપિનિયન પોલના આંકડા પર એક નજર નાખીએ...

opinion poll

મધ્યપ્રદેશમાં કોની સરકાર

મધ્યપ્રદેશમાં એબીપી ન્યૂઝ અને સી વોટરના ઓપિનિયન પોલ મુજબ અહીં કોંગ્રેસ બહુમતનો આંકડો પાર કરી શકે છે. સર્વે મુજબ કુલ 230 વિધાનસભા સીટોમાંથી કોંગ્રેસને 117 સીટો મળી શકે છે જ્યારે ભાજપને 106 સીટો મળવાનું અનુમાન છે જ્યારે અન્યના ખાતામાં 7 સીટો આવવાનું અનુમાન છે.

મધ્યપ્રદેશનું એબીપી ન્યૂઝ સી વોટર ઓપિનિયન પોલ

કોંગ્રેસ: 117
ભાજપઃ 106
અન્યઃ 07
મત ટકાવારી: 40%
કોંગ્રેસ: 42%
અન્ય: 18%

આ પણ વાંચોઃ 'નાળામાંથી ગેસ કાઢો અને પકોડા બનાવો આ છે મોદીજીની રોજગાર નીતિ': રાહુલઆ પણ વાંચોઃ 'નાળામાંથી ગેસ કાઢો અને પકોડા બનાવો આ છે મોદીજીની રોજગાર નીતિ': રાહુલ

મુખ્યમંત્રીની પહેલી પસંદ કોણ?

મધ્યપ્રદેશના આ ઓપિનિયન પોલમાં મુખ્યમંત્રી પદ માટે પહેલી પસંદ શિવરાજ સિંહ ચૌહાણની છે. 42 ટકા લોકોએ સીએમ તરીકે શિવરાજ સિંહ ચૌહાણને પસંદ કર્યા છે જ્યારે કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયાને 30 ટકા અને કમલનાથ 7 ટકા લોકોની પસંદ છે. વળી, મધ્યપ્રદેશની 54 ટકા જનતાએ પીએમ તરીકે નરેન્દ્ર મોદીને પોતાની પહેલી પસંદ માન્યા છે. વળી, રાહુલ ગાંધીને 25 ટકા જનતાએ પીએમ તરીકે પોતાની પસંદ ગણાવ્યા છે. ઉલ્લેખનીય છે કે 230 વિધાનસભા સીટવાળા મધ્યપ્રદેશ વિધાનસભામાં ભાજપે 165 અને કોંગ્રેસે 58 સીટો જીતી હતી. ભાજપના શિવરાજ સિંહ ચૌહાણ 2005 થી રાજ્યના મુખ્યમંત્રી છે.

આ પણ વાંચોઃ જેએનયુ છાત્ર ઉમર ખાલિદ પર હુમલાખોરે ગોળી મારી કર્યો જાનલેવા હુમલોઆ પણ વાંચોઃ જેએનયુ છાત્ર ઉમર ખાલિદ પર હુમલાખોરે ગોળી મારી કર્યો જાનલેવા હુમલો

English summary
ABP Opinion Poll: In Madhya Pradesh Congress ahead of BJP in terms of seats .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X