અબુ ઇસ્માઇલે સેના આપી મોત, અમરનાથ હુમલામાં હતો તેનો હાથ!

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના અમરનાથ યાત્રીઓ પર હુમલો કરવાનું કાવતરું કરનાર આતંકી કમાન્ડર અબુ ઇસ્માઇલને અન્ય આતંકીઓ સાથે કાશ્મીરના નવગામ ખાતે ઠાર મારવામાં આવ્યો છે. નોંધનીય છે કે અમરનાથ યાત્રા સમેત અબુ ઇસ્માઇલ કાશ્મીરમાં અશાંતિ ફેલવવાના અનેક કાવતરામાં સામેલ હતો. અને લાંબા સમયથી સેના તેને શોધી રહી હતી. ત્યારે જમ્મુ કાશ્મીરના નવગામ ખાતે તેના હોવાની ખબર બાદ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં સામ સામે થયેલી ફાયરિંગમાં સુરક્ષા બળોએ અબુ ઇસ્માઇલ અને તેના સાથી આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

Abu Ismail

નોંધનીય છે કે શ્રાવણ મહિનાની 10મી જુલાઇના રોજ અમરનાથના દર્શન કરી પાછી આવતી ગુજરાતી બસ પર અબુ ઇસ્માઇલના ઇશારે આતંકીઓ હુમલો કર્યો હતો. જેમાં 8 લોકોની મોત થઇ હતી. જે મોટાભાગે ગુજરાતના રહેવાસી હતી. સાથે જ આ હુમલામાં 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ હુમલા પછી સેનાએ જલ્દી જ આ હુમલાને અંજામ આપનાર આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. અને આજે બે મહિના બાદ તેનું કાવતરું કરનાર આતંકીને સુરક્ષા બળોએ મોતને ઘાટ ઉતાર્યો છે.

English summary
LeT commander Abu Ismail & another terrorist killed by security forces in Nowgam. Ismail was involved in Amarnath attack.
Please Wait while comments are loading...