For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રદ્ધા હત્યાકાંડમાં મોટો ખુલાસો, ઓળખ છુપાવવા ચહેરા સાથે કર્યુ હતું આ ખૌફનાક કામ!

શ્રદ્ધા હત્યા કેસમાં સતત નવા નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે હવે આરોપી આફતાબ પૂનાવાલાનો વધુ એક ખૌફનાક ચહેરો સામે આવ્યો છે. હવે જે ખબર સામે આવી રહી છે તે સાંભવીને કોઈપણ કંપી જશે.

By Desk
|
Google Oneindia Gujarati News

દિલ્હી : શ્રદ્ધા હત્યા કેસમાં સતત નવા નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે હવે આરોપી આફતાબ પૂનાવાલાનો વધુ એક ખૌફનાક ચહેરો સામે આવ્યો છે. હવે જે ખબર સામે આવી રહી છે તે સાંભવીને કોઈપણ કંપી જશે. મળતી વિગતો અનુસાર, આરોપી આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાની ઓખળ છુપાવવા માટે તેના ચહેરાને સળગાવી દીધો હતો.

delhi

શ્રદ્ધા હત્યા કેસમાં થઈ રહેલા ખુલાસા લોકોને ચૌકાવી રહ્યા છે ત્યારે હવે તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી આફતાબ પૂનાવાલાએ ઓળખ છુપાવવા માટે ચહેરાને સળગાવી દીધો હતો. આરોપીની દંરીંદગી0 અહીંથી અટકતી નથી, આનાથી વધારે આફતાબે હત્યા બાદ લાશનો નિકાલ કરવાની રીતો ઇન્ટરનેટ પર સર્ચ કરી હતી. દિલ્હી પોલીસે આફતાબની પૂછપરછ કર્યા બાદ આ વાતનો ખુલાસો કર્યો છે.

અત્યારસુધીની તપાસમાં દિલ્હી પોલીસ પોલીસ હજુ પણ તે હથિયાર સોધી શકી નથી, જેનાથી શ્રદ્ધાની હત્યા કરવામાં આવી હતી. આ સિવાય હજુ શ્રદ્ધાનો મોબાઈલ પણ ગાયબ છે. પોલીસે વિવિધ જ્યાઓ પરથી 13 જેટલા હાડકાં સોધી કાઢ્યા છે. જો કે પોલીસે આ બાબકે હજુ સત્તાવાર કંઈ કહ્યું નથી. અહીં તમને જણાવી દઈએ કે, આરોપી આફતાબ પૂનાવાલા દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશનમાં બંધ છે અને દિલ્હી પોલીસ તેન કોર્ટમાં રજૂ કરશે.

ANI ના અહેવાલ અનુસાર, દિલ્હી પોલીસે સાંકેત કોર્ટ પાસેથી આફતાબની વધુ કસ્ટડી માંગી છે, જેથી પૂછપરછ કરી શકે અને પુરાવા એકત્ર કરી શકે. દિલ્હી પોલીસના સૂત્રો અનુસાર, પોલીસ આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવવા માંગે છે. એટલા માટે દિલ્હી પોલીસ સાકેત કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરશે. કોર્ટે આફતાબના નાર્કો ટેસ્ટની પણ મંજૂરી આપી દીધી છે. હાલમાં પોલીસ શ્રદ્ધા હત્યા કેસ સાથે જોડાયેલા તમામ પુરાવા એકત્ર કરી રહી છે, જેથી કોર્ટમાં તેમનો કેસ મજબૂત થઈ શકે.

English summary
Accused Aftab did this horrible thing with the face of Shraddha to hide his identity!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X