For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્રકાર ગૌરી લંકેશ હત્યાકાંડમાં આરોપીએ કર્યો નવો ખુલાસો

નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પસારે અને પત્રકાર ગૌરી લંકેશની હત્યા માટે જે આરોપીની પોલિસે ધરપકડ કરી હતા તેણે આ હત્યાઓ પાછળના ઘણા રાઝ પરથી પડદો ઉઠાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પસારે અને પત્રકાર ગૌરી લંકેશની હત્યા માટે જે આરોપીની પોલિસે ધરપકડ કરી હતા તેણે આ હત્યાઓ પાછળના ઘણા રાઝ પરથી પડદો ઉઠાવ્યો છે. ગૌરી લંકેશ હત્યાકાંડમાં પોલિસે શરદ કાલસ્કરની ધરપકડ કરી હતી. તેણે દાવો કર્યો છે કે જે લોકોએ આ તમામ હત્યાઓની યોજના બનાવી હતી તેના રાઈટ વિંગના લોકો સાથે સંબંધ છે. પોલિસને આપેલા પોતાના નિવેદનમાં તેણે જણાવ્યુ કે નરેન્દ્ર દાભોલકર હત્યાકાંડનો શૂટર એ જ છે. તમને જણાવી દઈએ કે કર્ણાટક પોલિસે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં તેની ધરપકડ કરી હતી.

gauri lankesh

ઘણા ખુલાસા

આરોપ છે કે શરદ ગૌરી લંકેશની હત્યામાં પણ શામેલ છે. તેણે હત્યાની યોજના બનાવવા અને સામાન પૂરો પાડવાની જવાબદારી આપવામાં આવી હતી. આ ઉપરાંત તેણે એ વાતની જવાબદારી પણ આપવામાં આવી હતી કે ગૌરી લંકેશની હત્યા બાદ કથિત શૂટર પરશૂરામ વાઘમારેના હથિયારો છૂપાવવાના છે. 5 સપ્ટેમ્બર, 2017ના રોજ વાઘમારેએ ગૌરી લંકેશને ચાર ગોળી મારી હતી ત્યારબાદ તેમનુ મૃત્યુ થઈ ગયુ હતુ. પોતાના કબૂલનામામાં શરદે કહ્યુ કે ઓગસ્ટ2016માં બેલગામમાં એક બેઠક થઈ હતી જેમાં એ લોકોનું લિસ્ટ બનાવવામાં આવ્યુ હતુ કે જે હિંદુઓ સામે કામ કરી રહ્યા છે. આ બેઠકમાં ગૌરી લંકેશનું નામ સામે આવ્યુ ત્યારબાદ નિર્ણય લેવાયો કે તેમની હત્યા કરવાની છે.

પ્રેકટીસ કરી

ગૌરી લંકેશની હત્યાની વિસ્તારથી યોજના રત કૂર્ણેના ઘરે બનાવવામાં આવી. આ કેસમાં ભારત પણ એક આરોપી છે. તેણે આ ષડયંત્ર રચવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ હત્યાકાંડના ષડયંત્રને ઈવેન્ટનું નામ આપવામાં આવ્યુ હતુ. શૂટિંગનો અભ્યાસ કરવા માટે શરદ કાલસ્કર, પરશુરામ વાઘમારે, મિથુન ભારતના ઘરે ગયા હતા. દરેકે આ દરમિયાન લગભગ 15-20 રાઉન્ડ ગોળી ચલાવવાની પ્રેકટીસ કરી હતી. ત્યારબાદ અમોલ કાલેએ દરેકને પોતાના ગામ જવા માટે કહ્યુ હતુ, તેમને કહેવામાં આવ્યુ કે ઈવેન્ટના દિવસે પાછુ આવવાનું છે. અમોલ કાલેની પણ ગૌરી લંકેશની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

હથિયારો છૂપાવવાની જવાબદારી

હત્યા બાદ કાલસ્કરે બંદૂકને છૂપાવી દીધી હતી. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ હથિયારને રિકવર કરવા માટે ફોરેન એક્સપર્ટની મદદ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે શરદની ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા હતા. તેના પર ગૌરી લંકેશની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. પૂછપરછ દરમિયાન તેણે નરેન્દ્ર દાભોલકર અને ગોવિંદ પંસારેની હત્યાની પણ માહિતી આપી હતી.

આ પણ વાંચોઃ બે બાળકો સહિત 5 જણની હથોડો મારીને હત્યા, સામે આવ્યા હ્રદય કંપાવી દે તેવા ફોટાઆ પણ વાંચોઃ બે બાળકો સહિત 5 જણની હથોડો મારીને હત્યા, સામે આવ્યા હ્રદય કંપાવી દે તેવા ફોટા

English summary
Accusedcomes u with new revelation in the Gauri Lankesh murder case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X