For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી પર બનેલી ડોક્યુમેન્ટ્રી શેર કરનાર યુટ્યૂબ અને ટ્વિટ પર કાર્યવાહી કરાઈ

બીબીસીની ડોક્યુમેન્ટરી ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચનના પહેલા એપિસોડને શેર કરનારા યુટ્યૂબ વીડિયોને બ્લોક કરાયા છે. યુટ્યુબ વિડીયો સાથે કેન્દ્ર સરકારે ટ્વિટર પર યુટ્યુબ વિડીયોની લીંક ધરાવતા 50 થી વધુ ટ્વીટને બ્લોક કરાયા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : બીબીસીની ડોક્યુમેન્ટ્રીને લઈને સરકારમાં ખલબલીનો માહોલ છે. ડોક્યુમેન્ટ્રીમાં પીએમ મોદીને લઈને ઉઠાવાયેલા સવાલોને લઈને મોદી સરકારમાં વિરોધ છે. સામે આવી રહેલા સમાચારો અનુસાર, બીબીસીની ડોક્યુમેન્ટરી ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચનના પહેલા એપિસોડને શેર કરનારા યુટ્યૂબ વીડિયોને બ્લોક કરાયા છે. યુટ્યુબ વિડીયો સાથે કેન્દ્ર સરકારે ટ્વિટર પર યુટ્યુબ વિડીયોની લીંક ધરાવતા 50 થી વધુ ટ્વીટને બ્લોક કરાયા છે.

Narendra Modi

મળી રહેલી વિગતો અનુસાર, માહિતી અને પ્રસારણ સચિવે IT નિયમો 2021 હેઠળ કટોકટીની સત્તાનો ઉપયોગ કરીને નિર્દેશો જારી કરી આ નિર્ણયો લીધા છે. બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને 2002ના ગુજરાત રમખાણો દરમિયાન પીએમ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ પર સવાલો કરતી બે ભાગની શ્રેણી પ્રસારિત કરી છે. આ સિરીઝને લઈને કેન્દ્ર સરકારે નારાજગી વ્યક્ત કરી છે અને પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવ્યા છે.

આ પહેલા ગુરૂવારેભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની વિવાદાસ્પદ BBC શ્રેણીની નિંદા કરી છે. ભારત તરફથી કહેવાયુ છે કે, આ વીડિયો પીએમ મોદીની ઈમેજને ખરાબ કરવાના હેતુથી બનાવાયો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, અમને લાગે છે કે આ એક પ્રચાર લેખ છે, જે ચોક્કસ બદનક્ષીભરી વાતને આગળ ધપાવવા માટે બનાવાયેલી છે.

તેમણે આગળ કહ્યું કે, બીબીસીના એવું લાગે છે કે કેટલીક યુટ્યુબ ચેનલોએ તેને ભારત વિરોધી એજન્ડાનો પ્રચાર કરવા માટે અપલોડ કર્યો છે. સૂત્રોએ દાવો કર્યો છે કે, યુટ્યુબને પણ સૂચના આપવામાં આવી છે કે જો વીડિયો તેના પ્લેટફોર્મ પર ફરીથી અપલોડ થાય તો તેને બ્લોક કરી દેવામાં આવે. તેમણે આગળ કહ્યું કે, ટ્વિટરને વીડિયોની લિંક ધરાવતી ટ્વીટને ઓળખવા અને બ્લોક કરવા પણ નિર્દેશ અપાયા છે.

English summary
Action was taken on YouTube and Twitter sharing a documentary on PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X