For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુત્ર સની દેઓલ માટે ધર્મેન્દ્રએ કર્યુ ટ્વીટ, ‘રાજકારણ બહુ વિકૃત થઈ ચૂક્યુ છે એટલે..'

સની દેઓલના પિતા અને ગ્રેટ અભિનેતા ધર્મેન્દ્રએ ટ્વીટર પર પોતાના પુત્રને મત આપવા માટે એક ભાવુક અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

સોમવારે 'ગદર' ફેમ સની દેઓલે પંજાબના ગુરદાસપુરથી લોકસભા ચૂંટણી માટે પોતાનુ નામાંકન ભરી દીધુ, સની દેઓલ આ વખતે ભાજપની ટિકિટ પર ગુરદાસપુરથી ચૂંટણી લડી રહ્યા છે. નામાંકન ફાઈલ કરતી વખતે સનીએ માથા પર પીળા રંગની પાઘડી પહેરી હતી. વળી, આ મહત્વપૂર્ણ પ્રસંગે તેમના નાના ભાઈ અને અભિનેતા બૉબી દેઓલ આખો સમય તેમની સાથે જોવા મળ્યા. જ્યાં એક તરફ સની દેઓલે નામાંકન ભરીને પોતાના રાજકીય સફરમાં એક પગલુ આગળ વધાર્યુ છે તો બીજી તરફ તેમના પિતા અને ગ્રેટ અભિનેતા ધર્મેન્દ્રએ ટ્વીટર પર પોતાના પુત્રને મત આપવા માટે એક ભાવુક અપીલ કરી છે.

આ પણ વાંચોઃ Pics: મુંબઈમાં મતદાનઃ ઉર્મિલા, રેખા, કંગના, માધુરી, પ્રિયંકા સહિત ઘણા કલાકારોએ આપ્યો મતઆ પણ વાંચોઃ Pics: મુંબઈમાં મતદાનઃ ઉર્મિલા, રેખા, કંગના, માધુરી, પ્રિયંકા સહિત ઘણા કલાકારોએ આપ્યો મત

રાજકારણની વિકૃતિથી પરેશાન ધર્મેન્દ્ર

હિંદી સિનેમાના આ પ્રખ્યાત અભિનેતાએ ટ્વીટર પર લખ્યુ છે કે રાજકારણ એટલુ વિકૃત થઈ ચૂક્યુ છે દોસ્તો... અહીં A...Z બની જાય છે Z...A. હું આની A B C નથી જાણતો ...હા... ભારત આપણી મા છે....મા માટે અમે તમારો સહયોગ માંગીએ છીએ... અમારો સાથ આપો... જીત આ તમારી હશે... મારા પંજાબના ભાઈ-બહેનોની થશે...ભારત માના એક સુંદર અંગ ગુરદાસપુરની થશે.

‘રાજકારણમાં નસીબમાં હતુ, અમે આવી ગયા'

ત્યારબાદ ધર્મેન્દ્રએ વધુ એક ટ્વીટ કર્યુ છે. તેમણે એમાં પોતાના પુત્ર સની દેઓલ સાથેનો એક ફોટો પણ શેર કર્યો છે. ટ્વીટમાં ધર્મેન્દ્રએ લખ્યુ છે કે રાજકારણ નસીબમાં હતુ, અમે આવી ગયા, હવે મારા ઘણા બધા ભાઈ-બહેન સારી ખોટી વાતો કહેશે, તે બધાની વાતો મારા આંખ માથા પર. એક વાત હું દાવા સાથે કહી દેવા માંગુ છુ કે જે કામ બીકાનેરમાં 50માં નહોતા થઈ શક્યા તે મે પાંચ વર્ષમાં કરાવી લીધા હતા. કુલ મળીને અપ્રત્યક્ષ રીતે ધર્મેન્દ્રએ લોકોને પોતાના પુત્રના પક્ષમાં મત કરવાની અપીલ કરી છે.

સનીએ કર્યુ નામાંકન

સનીએ કર્યુ નામાંકન

ઉલ્લેખનીય છે કે નામાંકનની પ્રક્રિયા પહેલા સની દેઓલ સુવર્ણ મંદિર પહોંચ્યા અને બાબાના દ્વારે માથુ ટેકવીને પોતાના રાજકારણના નવા સફર માટે આશીર્વાદ માંગ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામાં સની વાદળી શર્ટમાં બાબા સાહેબના દ્વારા માથુ ટેકવતા જોવા મળ્યા.

પુત્ર માટે ધર્મેન્દ્રએ કરી અપીલ

હાલમાં ધર્મેન્દ્રની અપીલને બહુ સકારાત્મક પ્રતિક્રિયાએ મળી છે. લોકોએ ધર્મેન્દ્રની પ્રશંસા કરીને સની દેઓલને ચૂંટણી માટે શુભકામનાઓ પાઠવી છે. જોવાનું રસપ્રદ રહેશે કે ધર્મેન્દ્રની આ અપીલ તેમના પુત્રને મત અપાવી શકે છે કે નહિ.

English summary
Actor Dharmendra Emotional Appeal To The People Of Gurdaspur For Son Sunny Deol,see his tweets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X