For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા 2019ને લઈ પ્રકાશ રાજે કરી ચોંકાવનારી ઘોષણા

લોકસભા 2019ને લઈ પ્રકાશ રાજે કરી ચોંકાવનારી ઘોષણા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સાઉથ ઈન્ડસ્ટ્રીના અભિનેતા પ્રકાશ રાજે નવા વર્ષ પર મોટું એલાન કરતા કહ્યું કે તેઓ લોકસભા 2019ની ચૂંટણી લડશે. પ્રકાશ રાજે પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરતા આ એલાન કર્યું છે. હાલના દિવસોમાં સાઉથની ફિલ્મોથી રજનીકાંત અને કમલ હાસન બાદ પ્રકાશ રાજ ત્રીજા એવા અભિનેતા છે જેઓ રાજનીતિમાં ડગલું ભરવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે પ્રકાશ કેટલીય વાર ભાજપ અને કેન્દ્રની મોદી સરકારની આલોચના કરી ચૂક્યા છે. જો કે પ્રકાશ રાજે હજુ સુધી ખુલાસો નથી કર્યો કે કઈ લોકસભા સીટ પરથી તેઓ ચૂંટણી લડશે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેઓ કર્ણાટકની કોઈ સીટ પરથી ચૂંટણી લડી શકે છે.

અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે

અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે

પ્રકાશ રાજે 31 ડિસેમ્બરની રાત્રે 12 વાગ્યે ટ્વિટર પર રાજનીતિમાં ડગલું ભરવા જઈ રહ્યા હોવાનો ઉલ્લેખ કરતા લખ્યું કે, 'તમને સૌને નવા વર્ષની શુભકામનાઓ... નવા વર્ષની શરુઆત... અને વધુ જવાબદારી... તમારા બધાના સપોર્ટથી આગામી લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ. કઈ સીટ પરથી ચૂંટણી લડીશ તેનો ખુલાસો પણ બહુ જલદી કરીશ. અબ કી બાર જનતા કી સરકાર.' પોતાના ટ્વીટમાં પ્રકાશ રાજે સીટનો ખુલાસો નથી કર્યો, પરંતુ તેમના નજીકના મિત્રોનું કહેવું છે કે તેઓ કર્ણાટકની જ કોઈ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે.

તાજેતરમાં જ ફરિયાદ દાખલ કરાઈ

તાજેતરમાં જ ફરિયાદ દાખલ કરાઈ

જણાવી દઈએ કે પ્રકાશ રાજ હંમેશા દક્ષિણપંથી વિચારધારાને લઈને વિવાદોમાં રહે છે. તાજેતરમાં જ પ્રકાશ રાજ વિરુદ્ધ હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેંસ પહોંચી હોવાનો કેસ દાખલ કરાયો હતો. બેંગ્લોરના એક વકીલે તેમની વિરુદ્ધ ગુનાહિત કેસ દાખલ કરાવ્યો હતો. બેંગ્લોરના એક વકીલે તેમની વિરુદ્ધ અપરાધિક કેસ દાખલ કરાવ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે પ્રકાશ રાજની ગાય અને ગૌમૂત્રને લઈને કરવામાં આવેલ ટિપ્પણીથી હિંદુ ધર્મના લોકોની ભાવનાઓને ઠેંસ પહોંચી છે. પોતાની ફરિયાદમાં વકીલે કહ્યું કે એક કાર્યક્રમ દરમિયાન પ્રકાશ રાજે ગાય અને ગૌમુત્રની તુલના વોશિંગ એજન્ટ્સ સાથે કરી. વકીલે કહ્યું કે તેમણે જાણીજોઈને આવું નિવેદન આપ્યું છે અને તેમનો ઉદ્દે્ય હિંદુ ધર્મને નુકસાન પહોંચાડવાનો હતો.

કર્ણાટકના રાજકારણ પર નજર

કર્ણાટકના રાજકારણ પર નજર

કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ પ્રકાશ રાજ સોશિયલ મીડિયા પર પોતાની એક પોસ્ટને લઈને યૂઝર્સના નિશાના પર રહ્યા હતા. કર્ણાટકમાં મતગણતરીના એક દિવસ પહેલા જ પ્રકાશ રાજે ટ્વિટર પર લખ્યું હતું, કાલે મળીએ છીએ, મને વિશ્વાસ છે કે કર્ણાટકની જનતા ભાજપ સરકાર નહિ બનવા દેશે. આ એવા લોકોને જવાબ હશે જેમને દગો મળ્યો છે. અમે આ કેમ્પેઈન દ્વારા સામાન્ય નાગરિકો સાથે ઉભા રહીશું અને જે કોઈપણ સત્તામાં આવશે તેમના પર દબાણ બનાવતા રહીશું. ચૂંટણી પરિણામોમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બન્યા બાદ સોશિયલ મીડિયા પર પ્રકાશ રાજ યૂઝર્સના નિશાના પર આવી ગયા.

કેન્સર સામે જંગ જીતીને આવેલ સોનાલી બેન્દ્રેએ ન્યૂ યર પર ઈમોશનલ પોસ્ટ શેર કરી કેન્સર સામે જંગ જીતીને આવેલ સોનાલી બેન્દ્રેએ ન્યૂ યર પર ઈમોશનલ પોસ્ટ શેર કરી

English summary
Actor Prakash Raj to Contest Lok Sabha Elections 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X