• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નિયત સમય પહેલા જ બહાર આવશે સંજુ બાબા, થેક્સ ટૂ મહારાષ્ટ્ર સરકાર

|

સુત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ બોલીવૂડના જાણીતા સ્ટાર સંજય દત્ત જલ્દી જ જેલના સળિયાની બહાર આવશે. તે પણ તેમના નિયત સમય પહેલા. પ્રાપ્ત જાણકારી મુજબ સંજય દત્તના સારા વર્તનના કારણે મહારાષ્ટ્ર સરકારે તેમની સજામાંથી તેમને રાહત આપી છે નિયત સજા પર 116 દિવસની રાહત મળતા સંજયદત્ત હવે ફેબ્રુઆરી 27એ બહાર આવી જશે

જો કે આમ પણ વારંવાર સંજયદત્ત પેરોલ પર બહાર આવતા જ રહે છે અને તેમના પરિવાર સાથે સમય વીતાવતા જ રહે છે. જે પણ અનેક વાર વિવાદો પણ થયા છે કે કેમ સંજય દત્તને આ રીતે વારંવાર પેરોલ આપવામાં આવે છે? ત્યારે એક બાજુ જ્યા સંજુ બાબાના નિયત સમય પહેલા જ બહાર આવવાથી ફેન્સ અને પરિવારજનો ખુશ થશે જ ત્યાં જ ફરી એક વાર કેટલાક વિવાદો પણ ચોક્કસથી ઊભો થશે. ત્યારે સંજય દત્તની ખલનાયકથી જેન્ટલમેન બનાવાની સફર તથા તેમના પર કેવા આરોપ લાગ્યા હતા અને કેવી રીતે આજે તે તમને નિર્ધાર્તિ સજા ભોગવીને બહાર આવશે તે વિષે ડિટેલ માહિતી મેળવો નીચેના આ આર્ટીકલમાં...

દાઉદથી લઇને છોટા શકીલ સાથે સંબંધ

દાઉદથી લઇને છોટા શકીલ સાથે સંબંધ

સંજયદત્ત પર કોર્ટમાં અનેક વાર આરોપ લગાવામાં આવ્યા છે કે દાઉદ ઇબ્રાહિમથી લઇને છોટા શકિલ જેવા અનેક અંડરવર્લ્ડ ડોન જોડે તેમનો સારો સંબંધ હતો. અને કદાચ આ કારણ હતું કે તેમણે 1993માં મુંબઇ બ્લાસ્ટ દરમિયાન હથિયારો છુપાયા હતા.

શું હતો આરોપ?

શું હતો આરોપ?

સંજય દત્ત પર 1993માં મુંબઇ બ્લાસ્ટ કેસમાં આર્મ્સ રાખવા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં તે દોષી પુરવાર થતા તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

શું 33-34 વર્ષનો કોઇ માણસ નાદન હોય?

શું 33-34 વર્ષનો કોઇ માણસ નાદન હોય?

કોર્ટમાં જ્યારે આ કેસ ચાલતો હતો તો સંજયના વકીલનું કહેવું હતું કે સંજયએ અજાણતા અને નદાનીયતથી આ હથિયાર છૂપાવ્યા હતા. અને તેમણે બીજી કોઇ ભૂલ નથી કરી તેથી તેમને સજામાં રાહત આપવી જોઇએ જો કે કોર્ટે આ અંગે સંજયને લપડાક મારતા કહ્યું હતું કે શું 33-34 વર્ષનો માણસ નાદાન કે માસૂમ હોઇ શકે?

વર્ષ 2000માં છોટા શકિલ સાથેની સંજયની ફોનટેપ પકડાઇ

વર્ષ 2000માં છોટા શકિલ સાથેની સંજયની ફોનટેપ પકડાઇ

14 નવેમ્બર 2000માં મુંબઇ પોલિસે સંજય દત્ત અને છોટા શકિલની વાતચીત રેકોર્ડ કરી. આ પુરાવા તેના કેસને વધુ મજબૂત બનાવ્યો.

બ્લુ શર્ટ પણ કામમાં ના આવ્યું!

બ્લુ શર્ટ પણ કામમાં ના આવ્યું!

જ્યાં સુધી સુપ્રિમ કોર્ટમાં આ કેસ ચાલતો રહ્યો ત્યાં સુધી સંજય દત્ત તેની દરેક સુનવણી વખતે બ્લુ શર્ટ પહેરીને જતો હતો સંજુ બાબાનું માનવું હતું કે આ રંગ તેના માટે લક્કી છે પણ તેમ છતાં તેનું આ લક તેને જેલ જતાં ના રોકી શક્યું.

2013માં ફરી જેલમાં

2013માં ફરી જેલમાં

1993માં મુંબઇ બ્લાસ્ટના જે આર્મ એક્ટમાં સંજય પકડાયો હતો ત્યારે તેની પર લાઇસન્સ વગરની 9 એમએમની પિસ્તોલ અને એકે 56 રાઇફલ રાખવાનો આરોપ હતા. જેમાં તેણે 18 મહિતાની જેલ કાપી અને 1995માં તેને બેલ મળી. પછી તેને 2007માં ફરી 6 વર્ષ માટે જેલમાં સજા ફટકારી પણ તે ફરી બહાર આવ્યોને કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો. જ્યાં તેને 2013 ફરી તેની બાકીને સજા ભોગવવા માટે જેલમાં મોકલવામાં આવ્યો.

સંજય દત્ત નહીં, બાબા ઑફ કંટ્રોવર્સિસ છે સંજુ!

સંજય દત્ત નહીં, બાબા ઑફ કંટ્રોવર્સિસ છે સંજુ!

ભલે જ્યાં 2013માં તેની ફરી જેલ ફટકારવામાં આવી ત્યારે તે હાથ જોડીને રડતો જોઇને કોઇનું મન પીગળી જાય પણ સંજય દત્ત હંમેશાથી બાબા ઓફ કંટ્રોવર્સિ રહ્યો છે. પણ ડ્રગ્સ અને નશાના કારણે રિહેબિલિટેશનમાં જવાની વાત હોય કે માધુરી સાથે અફેરની સંજય દત્તનો વિવાદે કદી પૂછો નથી છોડ્યો.

પરોલનો વિવાદ

પરોલનો વિવાદ

જેલમાં સજા કાપી રહેલા સંજય દત્તે ક્યારે પત્નીની બિમારી તો ક્યારેક કંઇ બીજુ કારણ ધરીને પરોલ પર બહાર નીકળી પાર્ટીઓ કરી છે. અને આ જ કારણે તે વિવાદોમાં પણ સપડાયા છે.

18 કિલો વજન ઉતાર્યું

18 કિલો વજન ઉતાર્યું

જો કે હાલમાં જ સંજયદત્ત જ્યારે જેલ પરથી પેરોલમાં બહાર આવ્યા ત્યારે મીડિયા સામે તેમણે તેમના 6 પેક્સ બતાવ્યા હતા અને કહ્યું હતું કે જેલમાં પાણી ભરેલી ડોલથી કસરત કરીને તેમણે 18 કિલો વજન ઉતાર્યું છે. નોંધનીય છે કે જેલમાં સંજય ખુરશી બનાવવાથી માડીને અનેક કામો કર્યો છે જે જેલના કેદી કરે. અને જેલમાં ઉજવાયેલા ફકંશનમાં ડાન્સ પણ કર્યો છે.

મહારાષ્ટ્ર સરકારે આપી સંજુને રાહત

મહારાષ્ટ્ર સરકારે આપી સંજુને રાહત

ત્યારે સંજય દત્તના સારા વર્તનના કારણે તેમને તેમની સજાના નિયત સમય પહેલા જ છોડવામાં આવશે. જે મુજબ બાબા ફેબ્રુઆરી મહિનાના અંત બાદ તેમના પરિવાર સાથે ખુશીથી સમય વિતાવશે. ત્યારે સંજયના ફેન્સ અને તેના પરિવાર માટે આ ખરેખરમાં સારા સમાચાર છે.

English summary
Actor Sanjay Dutt To Be Released From Jail On February 27
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more